મતિ શ્રુત અવધિ જ્ઞાન ત્રય ને ગર્ભ માં અવધારતાં,
સંયમ સમયે જે જ્ઞાન ચોથું સર્વે જીન તે પામતાં,
કરી ઘોર સાધના જે એકાંત માં જ્ઞાન પંચમ પામતાં,
જ્ઞાનાવર્ણીય કર્મ હર અરિહંત ને કરું વંદના (૨ વાર)
જે પ્રભુ તણાં દર્શન થકી કંઈક જીવ સંકેત પામતાં,
જે પ્રભુ તણાં દર્શન થકી કંઈક જીવ સંયમ પામતાં,
જે પ્રભુ તણાં દર્શન થકી જીવો બધા સુખ પામતાં,
દર્શનાવર્ણીય કર્મ હર અરિહંત ને કરું વંદના (૨ વાર)
તુજ વચન ની આરાધના સાતા તણું એ મૂલ છે,
તુજ વચન ની વિરાધના અસાતા નું એ મૂલ છે,
અસાતા ટાળો સાતા દિયો એ જ છે મુજ યાચના,
વેદનીય કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર)
જે પ્રભુ તણી વચન શંકા દર્શન મોહ નું મુલ છે,
જે પ્રભુ તણી શ્રમણ નિંદા ચારિત્ર મોહ નું મુલ છે,
શંકા તળે શ્રદ્ધા મળે ગુણ પ્રેમ ની કરું કરું યાચના,
મોહનીય કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર)
સવી જીવ કરું શાસન રસી ની ભાવે ભાવના ભાવતાં,
સવી જીવ ના કલ્યાણ કાજે જે ઘોર સાધના સાધતાં,
શિવમસ્તુ સર્વ જગત કાજે જે અખેદ દેશના આપતાં,
આયુષ્ય કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર)
આદેય યશ સુસ્વાર નામચીન નામ થી સૌ પામતાં,
શુભ ગતિ અને જીન મતિ પ્રભુ તુજ જાપ થી સૌ પામતાં,
નામનાં ની ના રહો નાથ રે મુજને કદી પણ કામના,
મુજ નામ કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર)
રૂષભાદિક-ત્રેવીસ જિનવરા પ્રભુ ઊંચ કુલે અવતર્યા,
કરી કુલ મદ મરીચી ભવે નીચ ગોત્ર માંહે આવ્યા,
તુજ કર્મ કથની આ સુણી ને આજ થયી સંવેદના,
ગોત્ર કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર)
સ્નેહ-રાગથી સ્નેહીજનો ને ભિક્ષા તણાં અંતરાય કર્યા,
નિજ મતિ થી કંઈ જીવ ને તપ ધર્મ થી દૂરે કર્યા,
શુભ ક્ષેત્ર ને સાત ક્ષેત્ર માં વિઘ્નો ઘણાં મુજ થી થયા,
અંતરાય કર્મ માલ-હર અરિહંત ને કરું વંદના (૨ વાર)
આઠેય-કર્મો માં જે કહ્યો પ્રભુ એ તે શિરમોલ છે,
જ્ઞાનાદી આત્મ ધન તણું જે એક ચોરણહાર છે,
કલ્પન્ય સાથે કર્મનો જે એક પાલનહાર છે,
તે મોહ ઘાતક વર બોધી જિનરાજ તારણહાર છે (૨ વાર)
मति श्रुत अवधि ज्ञान त्रय ने गर्भ मां अवधारतां,
संयम समये जे ज्ञान चोथुं सर्वे जीन ते पामतां,
करी घोर साधना जे एकांत मां ज्ञान पंचम पामतां,
ज्ञानावर्णीय कर्म हर अरिहंत ने करुं वंदना (२ वार)
जे प्रभु तणां दर्शन थकी कंईक जीव संकेत पामतां,
जे प्रभु तणां दर्शन थकी कंईक जीव संयम पामतां,
जे प्रभु तणां दर्शन थकी जीवो बधा सुख पामतां,
दर्शनावर्णीय कर्म हर अरिहंत ने करुं वंदना (२ वार)
तुज वचन नी आराधना साता तणुं ए मूल छे,
तुज वचन नी विराधना असाता नुं ए मूल छे,
असाता टाळो साता दियो ए ज छे मुज याचना,
वेदनीय कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार)
जे प्रभु तणी वचन शंका दर्शन मोह नुं मुल छे,
जे प्रभु तणी श्रमण निंदा चारित्र मोह नुं मुल छे,
शंका तळे श्रद्धा मळे गुण प्रेम नी करुं करुं याचना,
मोहनीय कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार)
सवी जीव करुं शासन रसी नी भावे भावना भावतां,
सवी जीव ना कल्याण काजे जे घोर साधना साधतां,
शिवमस्तु सर्व जगत काजे जे अखेद देशना आपतां,
आयुष्य कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार)
आदेय यश सुस्वार नामचीन नाम थी सौ पामतां,
शुभ गति अने जीन मति प्रभु तुज जाप थी सौ पामतां,
नामनां नी ना रहो नाथ रे मुजने कदी पण कामना,
मुज नाम कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार)
रूषभादिक-त्रेवीस जिनवरा प्रभु ऊंच कुले अवतर्या,
करी कुल मद मरीची भवे नीच गोत्र मांहे आव्या,
तुज कर्म कथनी आ सुणी ने आज थयी संवेदना,
गोत्र कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार)
स्नेह-रागथी स्नेहीजनो ने भिक्षा तणां अंतराय कर्या,
निज मति थी कंई जीव ने तप धर्म थी दूरे कर्या,
शुभ क्षेत्र ने सात क्षेत्र मां विघ्नो घणां मुज थी थया,
अंतराय कर्म माल-हर अरिहंत ने करुं वंदना (२ वार)
आठेय-कर्मो मां जे कह्यो प्रभु ए ते शिरमोल छे,
ज्ञानादी आत्म धन तणुं जे एक चोरणहार छे,
कल्पन्य साथे कर्मनो जे एक पालनहार छे,
ते मोह घातक वर बोधी जिनराज तारणहार छे (२ वार)