ચાર દિવસના ચાંદરણા પર જૂઠી મમતા શા માટે,
જે ના આવે સંગાથે, એની માયા શા માટે
ચાર દિવસના ચાંદરણા પર જૂઠી મમતા શા માટે,
જે ના આવે સંગાથે, એની માયા શા માટે
આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે,
તું ખુબ માથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે,
અહીંનું છે તે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે
જે ના આવે…
મેં બાંધેલી મહેલાતો ને, દોલતનું કાલે શું થાશે,
જાવું પડશે જો અણધાર્યું, પરિવાર નું ત્યારે શું થાશે
સૌનું ભાવિ સૌની સાથે, એની ચિંતા શા માટે
જે ના આવે…
સુંવાળી દોરીના બંધન, આજે પ્રેમ થકી સૌને બાંધે,
પણ તંતુ તૂટે જો આયુષ્ય નું, ત્યારે કોઈ એને ના સાંધે
ભીડ પડે ત્યાં તડતડ તૂટે, તેવા બંધન શા માટે
જે ના આવે…
चार दिवसना चांदरणा पर जूठी ममता शा माटे,
जे ना आवे संगाथे, एनी माया शा माटे
चार दिवसना चांदरणा पर जूठी ममता शा माटे,
जे ना आवे संगाथे, एनी माया शा माटे
आ वैभव साथे ना आवे, प्यारा स्नेही जनो पण ना आवे,
तुं खुब माथे जेने जाळववा, ए जोबन साथे ना आवे,
अहींनुं छे ते अहींया रहेवानुं, एनी दोस्ती शा माटे
जे ना आवे…
में बांधेली महेलातो ने, दोलतनुं काले शुं थाशे,
जावुं पडशे जो अणधार्युं, परिवार नुं त्यारे शुं थाशे
सौनुं भावि सौनी साथे, एनी चिंता शा माटे
जे ना आवे…
सुंवाळी दोरीना बंधन, आजे प्रेम थकी सौने बांधे,
पण तंतु तूटे जो आयुष्य नुं, त्यारे कोई एने ना सांधे
भीड पडे त्यां तडतड तूटे, तेवा बंधन शा माटे
जे ना आवे…


