(રચના : પ. પૂ. આ. ભ. શ્રી અજીતયશસૂરીશ્વરજી મ.)
ગિરિવર પર બેઠા છે, આદિનાથ ભગવાન,
અનંતા સિદ્ધો છે, કરુણા નિધાન,
યાત્રા કરતા ગિરિવરની, ખપે કર્મ અમાપ,
નમો-સિદ્ધાંણના ચાલે, મનમાં અજપા-જાપ,
ગિરિવર પર બેઠા છે… આદિનાથ ભગવાન…
અર્હમ સિદ્ધં ને વંદના…
પાંચ પાંડવો વીસ કરોડની સાથે સિદ્ધયા,
સત્તર કરોડની સાથે-અજિતસેન મુક્તિઓ પહોચ્યા,
પાંચ કોટિશું ભરતરાય ને તેર કરોડ઼,
સોમયશા સિદ્ધયા વંદુ હું બે કર જોડ઼,
મારે પણ, જોવો છે, સિદ્ધો નો પ્રદેશ,
સિદ્ધો ની કરુણા એ, છૂટે રાગ ને દ્વેષ,
યાત્રા કરતા ગિરિવરની, ખપે કર્મ અમાપ,
નમો-સિદ્ધાંણના ચાલે, મનમાં અજપા-જાપ,
ગિરિવર પર બેઠા છે… આદિનાથ ભગવાન…
અનંતા સિદ્ધો છે, કરુણા નિધાન…
અર્હમ સિદ્ધં ને વંદના…
એક કોડ બાવન-લાખ-પંચાવન હજાર,
મુનિવર પહોચ્યા કર્મ ખપાવી મુક્તિ મોઝાર,
શાંતિ પ્રભુએ ગિરિરાજ-પર ચોમાસુ કીધું,
કૈ કેટલાએ જીવોએ આત્મકલ્યાણ લીધું
પ્રભુ હું કેમ રહું, આ-સળગતે સંસાર,
જાવું મારે મોક્ષમાં, વરસાવો અમીધાર,
યાત્રા કરતા ગિરિવરની, ખપે કર્મ અમાપ,
નમો-સિદ્ધાંણના ચાલે, મનમાં અજપા-જાપ,
ગિરિવર પર બેઠા છે… આદિનાથ ભગવાન…
અનંતા સિદ્ધો છે, કરુણા નિધાન…
અર્હમ સિદ્ધં ને વંદના…
રામ ભરત તો ત્રણ કરોડની સાથે સિદ્ધયા,
સાગર ને ઘીસાર એક કરોડશું સિદ્ધયા,
કુંદબ ગણધર એક કરોડશું પામ્યા મુક્તિ,
આસો સુદ પુનમના ત્રેસઠ કરોડની સિદ્ધિ,
લાગી છે લગની મુજને, મુક્તિ કેરી નાથ,
આદિનાથ દાદા મારો, હવે તો પકડો હાથ,
ગિરિવર પર બેઠા છે… આદિનાથ ભગવાન…
અનંતા સિદ્ધો છે, કરુણા નિધાન…
અર્હમ સિદ્ધં ને વંદના…
અણુ પરમાણુ શિવ બની જાયે પ્રાર્થના મારી,
આખા વિશ્વનું મંગલ થાયે લબ્ધિ તુમારી,
સર્વે જીવો મોક્ષે જાયે વિક્રમ કરીને,
પદ્મનંદીની નિર્મલ ભાવના દિલમા ભરીને,
અજિતયશ સૂરિના હૈયે, એવો છે ઉમંગ,
મુક્તિ દેનારો સહુને, ચઢજો ભક્તિ રંગ,
ગિરિવર પર બેઠા છે… આદિનાથ ભગવાન…
અનંતા સિદ્ધો છે, કરુણા નિધાન…
યાત્રા કરતા ગિરિવરની, ખપે કર્મ અમાપ,
નમો-સિદ્ધાંણના ચાલે, મનમાં અજપા-જાપ,
“અર્હમ સિદ્ધં ને વંદના"
“આ સ્તવન સર્જન પરમાત્મ ભક્તિના પરમ ઉપાસક પ. પૂ. આ. ભ. શ્રી અજીતયશસૂરીશ્વરજી મહારાજા ના ચરણો માં કોટી કોટી વંદના "
(रचना : प. पू. आ. भ. श्री अजीतयशसूरीश्वरजी म.)
गिरिवर पर बेठा छे, आदिनाथ भगवान,
अनंता सिद्धो छे, करुणा निधान,
यात्रा करता गिरिवरनी, खपे कर्म अमाप,
नमो-सिद्धांणना चाले, मनमां अजपा-जाप,
गिरिवर पर बेठा छे… आदिनाथ भगवान…
अर्हम सिद्धं ने वंदना…
पांच पांडवो वीस करोडनी साथे सिद्धया,
सत्तर करोडनी साथे-अजितसेन मुक्तिओ पहोच्या,
पांच कोटिशुं भरतराय ने तेर करोड़,
सोमयशा सिद्धया वंदु हुं बे कर जोड़,
मारे पण, जोवो छे, सिद्धो नो प्रदेश,
सिद्धो नी करुणा ए, छूटे राग ने द्वेष,
यात्रा करता गिरिवरनी, खपे कर्म अमाप,
नमो-सिद्धांणना चाले, मनमां अजपा-जाप,
गिरिवर पर बेठा छे… आदिनाथ भगवान…
अनंता सिद्धो छे, करुणा निधान…
अर्हम सिद्धं ने वंदना…
एक कोड बावन-लाख-पंचावन हजार,
मुनिवर पहोच्या कर्म खपावी मुक्ति मोझार,
शांति प्रभुए गिरिराज-पर चोमासु कीधुं,
कै केटलाए जीवोए आत्मकल्याण लीधुं
प्रभु हुं केम रहुं, आ-सळगते संसार,
जावुं मारे मोक्षमां, वरसावो अमीधार,
यात्रा करता गिरिवरनी, खपे कर्म अमाप,
नमो-सिद्धांणना चाले, मनमां अजपा-जाप,
गिरिवर पर बेठा छे… आदिनाथ भगवान…
अनंता सिद्धो छे, करुणा निधान…
अर्हम सिद्धं ने वंदना…
राम भरत तो त्रण करोडनी साथे सिद्धया,
सागर ने घीसार एक करोडशुं सिद्धया,
कुंदब गणधर एक करोडशुं पाम्या मुक्ति,
आसो सुद पुनमना त्रेसठ करोडनी सिद्धि,
लागी छे लगनी मुजने, मुक्ति केरी नाथ,
आदिनाथ दादा मारो, हवे तो पकडो हाथ,
गिरिवर पर बेठा छे… आदिनाथ भगवान…
अनंता सिद्धो छे, करुणा निधान…
अर्हम सिद्धं ने वंदना…
अणु परमाणु शिव बनी जाये प्रार्थना मारी,
आखा विश्वनुं मंगल थाये लब्धि तुमारी,
सर्वे जीवो मोक्षे जाये विक्रम करीने,
पद्मनंदीनी निर्मल भावना दिलमा भरीने,
अजितयश सूरिना हैये, एवो छे उमंग,
मुक्ति देनारो सहुने, चढजो भक्ति रंग,
गिरिवर पर बेठा छे… आदिनाथ भगवान…
अनंता सिद्धो छे, करुणा निधान…
यात्रा करता गिरिवरनी, खपे कर्म अमाप,
नमो-सिद्धांणना चाले, मनमां अजपा-जाप,
“अर्हम सिद्धं ने वंदना"
“आ स्तवन सर्जन परमात्म भक्तिना परम उपासक प. पू. आ. भ. श्री अजीतयशसूरीश्वरजी महाराजा ना चरणो मां कोटी कोटी वंदना "



