હે ત્રિશલાના ઝાયા માંગુ તારી માયા,
ઘેરી વળ્યા છે મુજને મારા(૨ વાર),
પાપોના પડછાયા
હે ત્રિશલાના ઝાયા…
બાકુડાના ભોજન દઈને,
ચંદનબાળા તારી(૨ વાર)
ચંડકોશીકના ઝેર ઉતારી,
એને લીધો ઉગારી(૨ વાર)
રોહિણી જેવા ચોર લુટારા(૨ વાર),
તુજ પંથે પલટાયા
હે ત્રિશલાના ઝાયા…
જુદા થઈને પુત્રી જમાઈ,
કેવો વિરોધ કરતા(૨ વાર)
ગાળો દે ગોષાળો તોયે,
દિલમાં સમતા ધરતાં(૨ વાર)
ઝેર ઘુંટડા ગળી જઈને(૨ વાર),
પ્રેમના અમૃત પાયા
હે ત્રિશલાના ઝાયા…
સુલસા જેવી શ્રાવિકાને,
કરુણા આણી સંભારી(૨ વાર)
વિનવું છું હે ! મહાવીર સ્વામી,
લેશો નહિ વિસારી(૨ વાર)
સળગંતા સંસારે દેજો(૨ વાર),
સુખની શીતળ છાયા
હે ત્રિશલાના ઝાયા…
हे त्रिशलाना झाया मांगु तारी माया,
घेरी वळ्या छे मुजने मारा(२ वार),
पापोना पडछाया
हे त्रिशलाना झाया…
बाकुडाना भोजन दईने,
चंदनबाळा तारी(२ वार)
चंडकोशीकना झेर उतारी,
एने लीधो उगारी(२ वार)
रोहिणी जेवा चोर लुटारा(२ वार),
तुज पंथे पलटाया
हे त्रिशलाना झाया…
जुदा थईने पुत्री जमाई,
केवो विरोध करता(२ वार)
गाळो दे गोषाळो तोये,
दिलमां समता धरतां(२ वार)
झेर घुंटडा गळी जईने(२ वार),
प्रेमना अमृत पाया
हे त्रिशलाना झाया…
सुलसा जेवी श्राविकाने,
करुणा आणी संभारी(२ वार)
विनवुं छुं हे ! महावीर स्वामी,
लेशो नहि विसारी(२ वार)
सळगंता संसारे देजो(२ वार),
सुखनी शीतळ छाया
हे त्रिशलाना झाया…