નેમ પ્રભુ ના પાવન પગલે થયો
ધન્ય પેલો ગીરનાર
જય ગીરનાર, જય ગીરનાર,
જય જય ગરવો ગીરનાર…
જય જય ગરવો ગીરનાર,
જય જય ગરવો ગીરનાર
નેમનાથ ગીરી શણગાર,
જય જય ગરવો ગીરનાર…
પંચમ શિખર શત્રુંજય-તણું,
એ સિદ્ધગીરી છે ધામ,
કૈલાસ – ઉજ્જ્યંત – રૈવત- નંદભદ્ર,
સ્વર્ણગીરી ગીરનાર,
નમો કર્ણ વિહર પ્રાસાદ,
જય જય ગરવો ગીરનાર… (૨)
જ્યાં શોભે અંબિકામાં,
શાસન ને સદા સુખકાર,
ભાવે-પ્રણમું શ્રી નેમી જિનેશ્વર,
ગીરી ભૂષણ શણગાર,
પૃથ્વી ના તિલક સમાન,
જય જય ગરવો ગીરનાર… (૨)
છે અનંત આત્માઓ તણી,
દીક્ષા ભૂમિ ગીરનાર,
છે અનંત તીર્થંકરો તણી,
કૈવલ્ય ભૂમિ ગીરનાર,
ને આવતી ચોવીસી તણી,
નિર્વાણ ભૂમિ ગીરનાર,
અધ્યાત્મ નગરી ગીરનાર,
જય જય ગરવો ગીરનાર… (૨)
ચૌદ હજાર નદી ના જ્યાં જળ સમા,
આ શીતળ ગજપદ કુંડ,
જ્યાં દ્રષ્ટિ અનુભવે ધન્યતા-જોઈ
રાજુલ રહનેમી ટૂંક,
દીક્ષા કેવળ સહસાવને,
નામો સમવસરણ જીન બિંબ,
દીપે શિખરો ની માળ,
જય જય ગરવો ગીરનાર… (૨)
વંદન વંદન વંદન વંદન
ગીરનાર તને વંદન…
જ્યાં ના કણે કણ માં વસે,
મહાપુરુષો ના બલિદાન,
ધાર પેથડ સજ્જન ઝાંઝડશા,
નામે વહી-આ રક્તધાર,
વંદુ હિમાંશુસૂરી, ધર્મ – રક્ષિત,
હેમ વલ્લભ મુની રાજ,
સૌ ચાલો જઈએ ગીરનાર,
જય જય ગરવો ગીરનાર… (૨)
नेम प्रभु ना पावन पगले थयो
धन्य पेलो गीरनार
जय गीरनार, जय गीरनार,
जय जय गरवो गीरनार…
जय जय गरवो गीरनार,
जय जय गरवो गीरनार
नेमनाथ गीरी शणगार,
जय जय गरवो गीरनार…
पंचम शिखर शत्रुंजय-तणुं,
ए सिद्धगीरी छे धाम,
कैलास – उज्ज्यंत – रैवत- नंदभद्र,
स्वर्णगीरी गीरनार,
नमो कर्ण विहर प्रासाद,
जय जय गरवो गीरनार… (२)
ज्यां शोभे अंबिकामां,
शासन ने सदा सुखकार,
भावे-प्रणमुं श्री नेमी जिनेश्वर,
गीरी भूषण शणगार,
पृथ्वी ना तिलक समान,
जय जय गरवो गीरनार… (२)
छे अनंत आत्माओ तणी,
दीक्षा भूमि गीरनार,
छे अनंत तीर्थंकरो तणी,
कैवल्य भूमि गीरनार,
ने आवती चोवीसी तणी,
निर्वाण भूमि गीरनार,
अध्यात्म नगरी गीरनार,
जय जय गरवो गीरनार… (२)
चौद हजार नदी ना ज्यां जळ समा,
आ शीतळ गजपद कुंड,
ज्यां द्रष्टि अनुभवे धन्यता-जोई
राजुल रहनेमी टूंक,
दीक्षा केवळ सहसावने,
नामो समवसरण जीन बिंब,
दीपे शिखरो नी माळ,
जय जय गरवो गीरनार… (२)
वंदन वंदन वंदन वंदन
गीरनार तने वंदन…
ज्यां ना कणे कण मां वसे,
महापुरुषो ना बलिदान,
धार पेथड सज्जन झांझडशा,
नामे वही-आ रक्तधार,
वंदु हिमांशुसूरी, धर्म – रक्षित,
हेम वल्लभ मुनी राज,
सौ चालो जईए गीरनार,
जय जय गरवो गीरनार… (२)