જેવી રાયણ વૃક્ષ ની છાયા,
એવી ઋષભજી ની માયા.. (2)
જેવી મોઘ્રાની માળા,
એવા ઋષભજી રૂપાળા..
જેવા શેત્રુંજીના પાણી,
એવી ઋષભજી ની વાણી.. (૨)
જેવો સુરજ નભમા રાજે,
એવા ઋષભજી બિરાજે..
જેવી રાયણ વૃક્ષ ની છાયા,
એવી ઋષભજી ની માયા…
જેવી વર્ષા જગ ને રંગે,
એવા ઋષભજી સહુ સંગે..(૨)
જેવા તુષાર બિંદુ ચમકે,
એવા ઋષભજી તો દમકે..
જેવી ફૂલતણી ફૂલવારી,
એવા ઋષભજી સુખકારી..(૨)
જેવો ઇન્દ્રધનુષ સતરંગી,
એવા ઋષભજી મનરંગી..
જેવી રાયણ વૃક્ષ ની છાયા,
એવી ઋષભજી ની માયા…
જેવા કેસરિયા કેસુંડા,
એવા ઋષભજી છે રૂડા..(૨)
જેવી ઝરમર ઝરમર હેલી,
એવી ઋષભજી ની દેરી..
જેવી ચંદ્ર કિરણ ની શાતા,
એવા ઋષભજી છે દાતા..(૨)
એવા મરૂદેવાના લાલા,
એવા ઋષભજી તો વ્હાલા..
જેવી રાયણ વૃક્ષ ની છાયા,
એવી ઋષભ જી ની માયા…
જેવા કલ કલ કરતા ઝરણાં,
એવા ઋષભજી દુઃખ હરણા.. (૨)
જેવા ધરતી ઉપર તરણા,
એવા ઋષભજી સુખ કરણા..
જેવા પર્ણ કુસુમ ને સંગે,
એવા ઋષભજી છે સંગે.. (૨)
જેવા જીવન રસ ના ભાથા,
એવી ઋષભજી ની ગાથા..
જેવી રાયણ વૃક્ષ ની છાયા,
એવી ઋષભજી ની માયા..(૪)
जेवी रायण वृक्ष नी छाया,
एवी ऋषभजी नी माया.. (2)
जेवी मोघ्रानी माळा,
एवा ऋषभजी रूपाळा..
जेवा शेत्रुंजीना पाणी,
एवी ऋषभजी नी वाणी.. (२)
जेवो सुरज नभमा राजे,
एवा ऋषभजी बिराजे..
जेवी रायण वृक्ष नी छाया,
एवी ऋषभजी नी माया…
जेवी वर्षा जग ने रंगे,
एवा ऋषभजी सहु संगे..(२)
जेवा तुषार बिंदु चमके,
एवा ऋषभजी तो दमके..
जेवी फूलतणी फूलवारी,
एवा ऋषभजी सुखकारी..(२)
जेवो इन्द्रधनुष सतरंगी,
एवा ऋषभजी मनरंगी..
जेवी रायण वृक्ष नी छाया,
एवी ऋषभजी नी माया…
जेवा केसरिया केसुंडा,
एवा ऋषभजी छे रूडा..(२)
जेवी झरमर झरमर हेली,
एवी ऋषभजी नी देरी..
जेवी चंद्र किरण नी शाता,
एवा ऋषभजी छे दाता..(२)
एवा मरूदेवाना लाला,
एवा ऋषभजी तो व्हाला..
जेवी रायण वृक्ष नी छाया,
एवी ऋषभ जी नी माया…
जेवा कल कल करता झरणां,
एवा ऋषभजी दुःख हरणा.. (२)
जेवा धरती उपर तरणा,
एवा ऋषभजी सुख करणा..
जेवा पर्ण कुसुम ने संगे,
एवा ऋषभजी छे संगे.. (२)
जेवा जीवन रस ना भाथा,
एवी ऋषभजी नी गाथा..
जेवी रायण वृक्ष नी छाया,
एवी ऋषभजी नी माया..(४)




