જિનવર તારું શાસન આ જગમાં છે મહાન,
એના આધારે મારે તરવો આ સંસાર,
મને એ જ તારશે, ભવ પાર ઉતારશે,
મઝધારમાં નૈયા, કાંઠે પહોંચાડશે,
એવી મુજને શ્રધ્ધા છે, સાચે સાચી શ્રધ્ધા છે,
દઢ મુજને શ્રધ્ધા છે, પાકે પાયે શ્રધ્ધા છે
જિનવર તારું શાસન…
નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે,
ત્યારે નિશ્ચય એ મારો હાથ પકડશે.
સમજણ દેશે, સાંત્વના દેશે, શકિત પણ દેશે,
ભૂલો જો પડીશ મુજને, માર્ગ એ દેખાડશે,
ઢીલો જોપડીશ મારું સત્ત્વ એ વધારશે
જિનવર તારું શાસન…
મુંઝવણ થશે તો માર્ગદર્શન આપશે,
અવઢવમાં સાચી મને સમજણ આપશે.
મોક્ષ માર્ગનું એકાંતે એ દર્શન આપશે,
પુરુષાર્થ કરશે એને, આધાર આપશે,
સર્મપિત થયેલાનું ધ્યાન સદા રાખશે
જિનવર તારું શાસન…
અજ્ઞાન અંધકાર ને દૂર કરશે,
જ્ઞાનના અજવાળા જરૂર એ કરશે,
સત્ય દેશે, તત્ત્વ દેશે, મિથ્યાત્વ હરશે,
અશુધ્ધ એવા આત્મા શુધ્ધ એ બનાવશે,
સાધના કરાવી અંતે સિધ્ધ પણ બનાવશે
જિનવર તારું શાસન…
શાસન એકાંત સહુને સુખદાયી છે,
શાસનથી વિપરીત બંધુ દુ:ખદાયી છે,
જિનશાસનની પ્રત્યેક આજ્ઞા શિવદાયી છે,
આજ્ઞા જે પાળશે તે શિવસુખ પામશે,
શરણે જશે જે એના ભવદુઃખ ભાંગશે
જિનવર તારું શાસન…
जिनवर तारुं शासन आ जगमां छे महान,
एना आधारे मारे तरवो आ संसार,
मने ए ज तारशे, भव पार उतारशे,
मझधारमां नैया, कांठे पहोंचाडशे,
एवी मुजने श्रध्धा छे, साचे साची श्रध्धा छे,
दढ मुजने श्रध्धा छे, पाके पाये श्रध्धा छे
जिनवर तारुं शासन…
नश्वर संबंधो ज्यारे साथ छोडशे,
त्यारे निश्चय ए मारो हाथ पकडशे.
समजण देशे, सांत्वना देशे, शकित पण देशे,
भूलो जो पडीश मुजने, मार्ग ए देखाडशे,
ढीलो जोपडीश मारुं सत्त्व ए वधारशे
जिनवर तारुं शासन…
मुंझवण थशे तो मार्गदर्शन आपशे,
अवढवमां साची मने समजण आपशे.
मोक्ष मार्गनुं एकांते ए दर्शन आपशे,
पुरुषार्थ करशे एने, आधार आपशे,
सर्मपित थयेलानुं ध्यान सदा राखशे
जिनवर तारुं शासन…
अज्ञान अंधकार ने दूर करशे,
ज्ञानना अजवाळा जरूर ए करशे,
सत्य देशे, तत्त्व देशे, मिथ्यात्व हरशे,
अशुध्ध एवा आत्मा शुध्ध ए बनावशे,
साधना करावी अंते सिध्ध पण बनावशे
जिनवर तारुं शासन…
शासन एकांत सहुने सुखदायी छे,
शासनथी विपरीत बंधु दु:खदायी छे,
जिनशासननी प्रत्येक आज्ञा शिवदायी छे,
आज्ञा जे पाळशे ते शिवसुख पामशे,
शरणे जशे जे एना भवदुःख भांगशे
जिनवर तारुं शासन…



