(રચના : પૂ. મુનિ શ્રી પ્રશમરત્નવિજયજી મ.સા.)
વ્હાલા હતા એ બધાના,
પણ એ ઋષભના દીવાના…
શત્રુંજયને ચાહનારા…
આઁખો ગુરુને જોવા તલપતી,
ગુરુભકિત્તમાં હરપલ વીતતી,
ગુરુવરને જિનવર એ માનનારા…
હસતા-રમતા લાડકવાયા,
સૌમ્ય અને મધુરા મુનિરાયા,
સ્મિત ગુલાબી હોઠે રાખનારા…
નાનકડી જિંદગીમાં,
કરીને આંગણ સૂના…
કયાં ગયા એ મુનિરાયા ?
ઋષભ એમના મીત હતા ને,
હોઠેં ઋષભના ગીત હતા ને,
ઋષભના ખ્વાબોમાં ડૂબનારા…
શત્રુંજયનો સ્પર્શ મળે જ્યાં,
નાચી ઉઠે આતમ એમનો ત્યાં,
શત્રુંજય પર મુકિત્ત ઝંખનારા…
અલવિદા કહીને ચાલી,
સૌની આઁખોને રુલાવી…
કયાં ગયા એ મુનિરાયા ?
સંયમી માત-પિતા ને ભાઈ,
સહવર્તીના એ મનગમતા;
સ્વજનોના અંતરને જીતનારા…
ગુરુરાજના હૈયે વસ્યાતા,
સર્વસ્વ ગુરુને માન્યાતા;
ગુરુરશ્મિના પગલે ચાલનારા…
હતા એકે હજારા,
પ્રશમના એ પ્યારા…
કયાં ગયા મુનિરાયા ?
આઁખો ગુરુને જોવા તલપતી,
ગુરુભકિત્તમાં હરપલ વીતતી,
ગુરુવરને જિનવર એ માનનારા…
હસતા-રમતા લાડકવાયા,
સૌમ્ય અને મધુરા મુનિરાયા,
સ્મિત ગુલાબી હોઠે રાખનારા…
નાનકડી જિંદગીમાં,
કરીને આંગણ સૂના…
કયાં ગયા એ મુનિરાયા ?
(रचना : पू. मुनि श्री प्रशमरत्नविजयजी म.सा.)
व्हाला हता ए बधाना,
पण ए ऋषभना दीवाना…
शत्रुंजयने चाहनारा…
आँखो गुरुने जोवा तलपती,
गुरुभकित्तमां हरपल वीतती,
गुरुवरने जिनवर ए माननारा…
हसता-रमता लाडकवाया,
सौम्य अने मधुरा मुनिराया,
स्मित गुलाबी होठे राखनारा…
नानकडी जिंदगीमां,
करीने आंगण सूना…
कयां गया ए मुनिराया ?
ऋषभ एमना मीत हता ने,
होठें ऋषभना गीत हता ने,
ऋषभना ख्वाबोमां डूबनारा…
शत्रुंजयनो स्पर्श मळे ज्यां,
नाची उठे आतम एमनो त्यां,
शत्रुंजय पर मुकित्त झंखनारा…
अलविदा कहीने चाली,
सौनी आँखोने रुलावी…
कयां गया ए मुनिराया ?
संयमी मात-पिता ने भाई,
सहवर्तीना ए मनगमता;
स्वजनोना अंतरने जीतनारा…
गुरुराजना हैये वस्याता,
सर्वस्व गुरुने मान्याता;
गुरुरश्मिना पगले चालनारा…
हता एके हजारा,
प्रशमना ए प्यारा…
कयां गया मुनिराया ?
आँखो गुरुने जोवा तलपती,
गुरुभकित्तमां हरपल वीतती,
गुरुवरने जिनवर ए माननारा…
हसता-रमता लाडकवाया,
सौम्य अने मधुरा मुनिराया,
स्मित गुलाबी होठे राखनारा…
नानकडी जिंदगीमां,
करीने आंगण सूना…
कयां गया ए मुनिराया ?



