ક્યાં જઈને વસવાટ કર્યો ગુરુ , ક્યાં જઈ દર્શન પામું…
ક્યાં ગોતું સરનામું…
ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં…
વત્સલ મુરત , સ્નેહલ સુરત , જોવા ફરી નહિ મળશે..
તારા વિયોગે હે ગુરુમાતા ! લાખો હૃદય ટળવળશે…
અમૃત ઝરતી આંખલડીથી (૨ વાર),
કોણ નીરખશે સામું… ક્યાં ગોતું સરનામું….
ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં…
ક્યાં જઈને ઠાલવશું ગુરૂમાં ! હૈયાની વાતલડી,
પુનિત તારા પગલાં ગોતે અશ્રુભીની આંખલડી,
તારા વિણ આ આયખું જાણે (૨ વાર),
થઇ ગયું સાવ નકામું… ક્યાં ગોતું સરનામું…
ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં…
ગુરૂમાં ગુરૂમાં કહીને તુજને તારા શ્રમણો પુકારે,
જ્યાં હો ત્યાંથી આશિષ દેજે જીવશું એજ સહારે,
જન્મો જનમ રજરજમાં તારી (૨ વાર),
વદનાકૃતિ પામું… ક્યાં ગોતું સરનામું…
ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં…
જઈને કોઈ દિવ્ય લોકમાં એટલું કહીને આવે,
પળ પળ પ્યારા ગુરૂવર ! અમને તારી યાદ સતાવે ,
આ અવની પર કરી અંધારા (૨ વાર),
અસ્ત થયું કાં’ ભાનુ… ક્યાં ગોતું સરનામું…
ક્યાં જઈને વસવાટ કર્યો ગુરુ, ક્યાં જઈ દર્શન પામું…
ક્યાં ગોતું સરનામું…
ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં… ગુરૂમાં…
क्यां जईने वसवाट कर्यो गुरु , क्यां जई दर्शन पामुं…
क्यां गोतुं सरनामुं…
गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां…
वत्सल मुरत , स्नेहल सुरत , जोवा फरी नहि मळशे..
तारा वियोगे हे गुरुमाता ! लाखो हृदय टळवळशे…
अमृत झरती आंखलडीथी (२ बार),
कोण नीरखशे सामुं… क्यां गोतुं सरनामुं….
गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां…
क्यां जईने ठालवशुं गुरूमां ! हैयानी वातलडी,
पुनित तारा पगलां गोते अश्रुभीनी आंखलडी,
तारा विण आ आयखुं जाणे (२ बार),
थइ गयुं साव नकामुं… क्यां गोतुं सरनामुं…
गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां…
गुरूमां गुरूमां कहीने तुजने तारा श्रमणो पुकारे,
ज्यां हो त्यांथी आशिष देजे जीवशुं एज सहारे,
जन्मो जनम रजरजमां तारी (२ बार),
वदनाकृति पामुं… क्यां गोतुं सरनामुं…
गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां…
जईने कोई दिव्य लोकमां एटलुं कहीने आवे,
पळ पळ प्यारा गुरूवर ! अमने तारी याद सतावे ,
आ अवनी पर करी अंधारा (२ बार),
अस्त थयुं कां’ भानु… क्यां गोतुं सरनामुं…
क्यां जईने वसवाट कर्यो गुरु, क्यां जई दर्शन पामुं…
क्यां गोतुं सरनामुं…
गुरूमां… गुरूमां… गुरूमां… गुरूमां…



