મોંઘો માનવ દેહ મળ્યો છે,
ભક્તિ પ્રભુ ની કરતો જા..
પરમારથ ની બાંધ પરબડી
દુઃખડા સહુ ના હરતો જા..
મોંઘો માનવ…
કાયા છે માટીનો કિલ્લો,
ઓચિંતા નો તૂટવાનો
લખ ચોરાશી ફેરા માંથી,
અવસર આવ્યો છૂટવાનો..
મોંઘો માનવ…
ભાવ ધરીને પ્રભુ ને ભજીલે,
ભવ નો સાગર તરતો જા
જેવી કરણી તેવી ભરણી,
કર્મ કેરો એ ધારો છે..
મોંઘો માનવ…
ઘડીભર તડકો, ઘડીભર છાંયો,
વારાફરતી વારો છે
સ્નેહતણાં સાગરમાં પ્રભુના,
બિંદુ થઈ ને ભળતો જા..
મોંઘો માનવ…
मोंघो मानव देह मळ्यो छे,
भक्ति प्रभु नी करतो जा..
परमारथ नी बांध परबडी
दुःखडा सहु ना हरतो जा..
मोंघो मानव…
काया छे माटीनो किल्लो,
ओचिंता नो तूटवानो
लख चोराशी फेरा मांथी,
अवसर आव्यो छूटवानो..
मोंघो मानव…
भाव धरीने प्रभु ने भजीले,
भव नो सागर तरतो जा
जेवी करणी तेवी भरणी,
कर्म केरो ए धारो छे..
मोंघो मानव…
घडीभर तडको, घडीभर छांयो,
वाराफरती वारो छे
स्नेहतणां सागरमां प्रभुना,
बिंदु थई ने भळतो जा..
मोंघो मानव…