(રચના : પૂ. આ. શ્રીમદ વિજય હેમવલ્લભ સૂરિજી મહારાજા)
નિરખી નયણા ભીંજાય, નિરખી નયણા ભીંજાય (૨)
શ્રી ગિરનારી નેમપ્રભુને નિરખી નયણા ભીંજાય
વ્હાલાજીનું મુખડું દેખી, હિયડે હરખ ન માય
જિનેશ્વર ! નિરખી… (૧)
સ્વામી સ્પર્શે રોમરાજી, પલમાં પુલકીત થાય (૨)
શ્રી જિનવરના ગુણલા ગાતા, આનંદ અતિ ઉભરાય
જિનેશ્વર ! નિરખી… (૨)
શ્યામલ વરણી દેહડીને, ઉજ્જવલ એની કાંતી (૨)
અષાઢમાસે ઘનઘોર મેહે, વીજ તણી એ ભ્રાંતી
જિનેશ્વર ! નિરખી… (૩)
પદવી લહી ષટ્જીવત્રાતા, આપતા સૌને શાતા (૨)
સહસાવનમાં સાધનાએ, હુઆ કેવલજ્ઞાતા
જિનેશ્વર ! નિરખી… (૪)
ચંદનવને સર્વનાશે, મોર તણે ટહૂકાર (૨)
શ્રી નેમીશ્વર નામ સમરતા, દૂર ટળે વિકાર
જિનેશ્વર ! નિરખી… (૫)
આર્ય અનાર્યભૂમિ વિહરતા, જિન વચનામૃત પાતા (૨)
શ્રી ગિરનારની પંચમઢંકે, મુગતિપતિએ થાતા
જિનેશ્વર ! નિરખી… (૬)
ઘેર બેઠાં એ ગિરિ ધ્યાવે, ભવચોથે શિવ સજાવે (૨)
હેમ વદે જે એ ગિરિ સેવે, વલ્લભપદને પાવે
જિનેશ્વર ! નિરખી… (૭)
(रचना : पू. आ. श्रीमद विजय हेमवल्लभ सूरिजी महाराजा)
निरखी नयणा भींजाय, निरखी नयणा भींजाय (२)
श्री गिरनारी नेमप्रभुने निरखी नयणा भींजाय
व्हालाजीनुं मुखडुं देखी, हियडे हरख न माय
जिनेश्वर ! निरखी… (१)
स्वामी स्पर्शे रोमराजी, पलमां पुलकीत थाय (२)
श्री जिनवरना गुणला गाता, आनंद अति उभराय
जिनेश्वर ! निरखी… (२)
श्यामल वरणी देहडीने, उज्जवल एनी कांती (२)
अषाढमासे घनघोर मेहे, वीज तणी ए भ्रांती
जिनेश्वर ! निरखी… (३)
पदवी लही षट्जीवत्राता, आपता सौने शाता (२)
सहसावनमां साधनाए, हुआ केवलज्ञाता
जिनेश्वर ! निरखी… (४)
चंदनवने सर्वनाशे, मोर तणे टहूकार (२)
श्री नेमीश्वर नाम समरता, दूर टळे विकार
जिनेश्वर ! निरखी… (५)
आर्य अनार्यभूमि विहरता, जिन वचनामृत पाता (२)
श्री गिरनारनी पंचमढंके, मुगतिपतिए थाता
जिनेश्वर ! निरखी… (६)
घेर बेठां ए गिरि ध्यावे, भवचोथे शिव सजावे (२)
हेम वदे जे ए गिरि सेवे, वल्लभपदने पावे
जिनेश्वर ! निरखी… (७)