(રચના : શ્રી ધુરંધર વિજયજી મ. સા.)
જે જન્મ સમયે મેરુગિરિપર સ્વર્ણના સિંહાસને,
અભિષેક અર્થે ગોદમાં ઇન્દ્રે ધર્યાતા, આપને,
શોભી રહ્યા’તા મુકુટમાંહી જડેલ નીલમની પરે,
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે… (૧)
તુજ નીલવરણી કાયની કાંતિ થકી ઝળહળ થતી,
અભિષેકની જળધાર ક્રોડો કુંભથી વરસી હતી,
જાણે સુમેરુ શૃંગ પર જમના નદી નવલી વહે, (૨)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
જયારે પધાર્યા નાથ વામા માત કેરા ગર્ભમાં,
ત્યારે નિહાળ્યો સ્વપ્નમાં અહિને સરકતો પાસમાં,
તેથી તમારું નામ પાડયું “પાર્શ્વ " રાજારાણીએ, (૩)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
ગંગા કિનારે શિશુ બનેલા દેવદેવી સાથમાં,
ખુલ્લા પગે રમતા હતા, ધોળી સુંવાળી રેતમાં,
પગલાં પડેલાં માત્ર સ્વામી આપકેરા ત્યાં કને, (૪)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
ફૂટી જુવાની ફુટડી નવહાથની કાયા ઉપર,
શી નીલ તેજોવલય મંડિત રૂપ લાવણ્યે સભર,
નેત્રો સ્વજનને નગરજનના જોઈ જોઈને ઠરે, (૫)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
તુજ રૂપગુણના ગીત કિન્નરના મુખેથી સાંભળી,
થઈ મુગ્ધચિત્ત પ્રભાવતી મનથી પ્રભો તુજને વરી,
આવી પરણવા જાન જોડી આપના પૂર આંગણે, (૬)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
તું નીલવર્ણો નાથ ને તે સોનવરણી કુંવરી,
ઘેઘૂર આંબાડાળ પર જાણે લચેલી મંજરી,
જબ ચોરીમાં ચતુરાઈ થી બેઠા હતા કર સાહીને, (૭)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
ગંગા નદીના શુભ સલિલે સખી સંગે ખેલતા,
નવ દિવ્ય ઇન્દીવરસમાં પ્રભુ આપ અનુપમ દીસતા,
રાણી જણાય પરાગથી રંગાયેલી હંસી પરે, (૮)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
પ્રભુ એકદા બેઠા હતા ગોખે પ્રભાવતી સાથમાં,
દીઠું નગરનું લોક જાતું લઇ પૂજાપો હાથમાં,
ત્યારે તમે ઘોડે ચડી પહોંચ્યા કમઠ તાપસ કને, (૯)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
ત્યાં જ્ઞાનથી બળતો નિહાળ્યો અગ્નિકુંડે નાગને,
કરુણાનિધાન તમે કઢાવ્યા આગમાંથી તેહને,
સેવક મુખે નવકાર આપી ઇન્દ્ર પદ દીધું તમે, (૧૦)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
રુડી વસંતે સખી સંગે સંચર્યા’ તા ઉપવને,
ત્યાં જોઈ રાજુલ ત્યાગતા શ્રીનેમિને ચિત્રામણે,
વૈરાગ્યના રંગે તમે રંગાઈ ઉઠ્યા તે ક્ષણે, (૧૧)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
થઈ મેઘ કંચનના તમે પૂરું વરસ વરસી રહ્યા,
સહુ દીનજનના દુઃખને દારિદ્વય ને દૂરે કર્યા,
“છે દાન અગ્રિમ ધર્મમાં" એવું જણાવ્યું વિશ્વને, (૧૨)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
દીક્ષાતણો અભિષેક કરવા ઇન્દ્ર ચોસઠ આવિયા,
તવ પિતા રાજા અશ્વસેને સહુ પ્રથમ નવરાવિયા,
તુજ નીલદેહે વારિધારા ચમકતી વીજળી પરે, (૧૩)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
સહુ સ્વજનની લઈને રજા, ચારિત્ર્યના પંથે ચડયા,
શિબિકા ઉપર આરૂઢ થઈને, નગર બહારે નીસર્યા,
અગણિત દેવો દાનવો મનુજો કરે જયઘોષ ને, (૧૪)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
તે ધન્ય આશ્રમપદ મહા ઉદ્યાન વૃક્ષ અશોક તે,
જ્યાં સર્વસંગ તજી મહાવ્રત ઉચ્ચર્યા’ તા ચાર તે,
ને સ્કંધ પર ધારણ કર્યું દેવેન્દ્ર અર્પિત દુષ્ય ને, (૧૫)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
છદ્મસ્થ ભાવે દિવસ ચોર્યાશી સુધી પૃથ્વી તળે,
વિચર્યા તમે ઉપસર્ગ ને સહતાં ચમકતા તપ બળે,
મૈત્રી અને કરુણાતણો વરસાદ વરસાવ્યો બધે, (૧૬)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
કાદંબરી અટવી મહી પ્રભુ ધ્યાનમાં ઉભા હતા,
વન હાથી એ કમળો વડે તુજ ચરણને પૂજ્યા હતા,
કલિકુંડ તીરથ ત્યાં થપાયું કુંડ સરવર ના તટે, (૧૭)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
ત્રણ દિવસ કૌસ્તુભ કાનને જયારે તમે કાઉસ્સગ કર્યો,
ધરણેન્દ્ર નાગ કરી ફણા શિર ઉપર છત્ર ધરી રહ્યો,
ત્યાં તીર્થ અહીં છત્રા થપાયું પ્રગટ કરતું ભક્તિ ને, (૧૮)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
ઉપસર્ગ કરતો મેઘ માળી મેઘ ની વર્ષા કરે,
ધરણેન્દ્ર ને પદ્માવતી બહુ ભાવ થી સેવા કરે,
તે બે ઉપર આપ હૈયે ધારતા સમ ભાવને, (૧૯)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
નીલો તમારો દેહને વટ વૃક્ષ પણ લીલું હતું,
ચોગમ ઉછળતું મેઘજળ પણ નીલવરણુ ભાસતું,
જે મેઘમાળી ની પ્રજળતી આંખને શીતળ કરે, (૨૦)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
તે ધન્ય ચૈત્રી ચોથ જયારે કાશીના ઉદ્યાન માં,
જઈ ધાતકીનાં વૃક્ષ નીચે રહ્યા સ્વામી ધ્યાન માં,
ઘનઘાતી કર્મો ચાર છેદી લહ્યા કેવળજ્ઞાન ને, (૨૧)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
સુર અસુર માનવ કોટિ ચાતક જેમ તુજ સેવા કરે,
તું નિત્ય નવલા મેઘ ની જિમ વચન અમૃતને ઝરે,
સંતૃપ્ત કીધી ભવ્ય જીવો રૂપ ધરતી હર પળે, (૨૨)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
જ્યાં સ્વર્ણ કમલે ચરણ ઠવતા આપ પદ ધરતા હતા,
તે ધન્ય ધરતીની રજે દુઃખી બધા આળોટતા,
કાયા થતી કંચન સમી સંતાપ શમતો તત્ક્ષણે, (૨૩)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
તુજ નામ મંત્ર સમું બન્યું જે સર્વ ટાળે આપદા,
તુજ મૂર્તિ ચિંતામણી બની જે સકલ આપે સંપદા,
લખો તર્યા તુજ નામને મૂર્તિ તણા આલંબને, (૨૪)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
સમેતશિખરે કરી અણસણ એક મહિના નું ચરમ,
તેત્રીશ મુનિવર સંગ માં પામ્યા તમે પદ ને પરમ,
કાઉસગ્ગ મુદ્રા માં હણ્યાં સહુ કર્મ કેરા મર્મને, (૨૫)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
જ્યાં વીશ જિનવર અજિત આદિ મુક્તિ પદ ને પામ્યા,
ત્યાં વીશ માં અંતિમ ક્રમે શ્રી પાર્શ્વ આપ પધાર્યા,
છેલ્લું થયું નિર્વાણ કલ્યાણક તમારું તે સ્થળે, (૨૬)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
આ ઘોર કલીકાળે પ્રભુ પ્રગટ્યો શતાધિક તીર્થની,
સુની ધરાના માંડવે તું દિવ્ય કલ્પ તરૂ બની,
પૂરો બધાની કામના તિમ પૂરજો મારી હવે,
તુજ દિવ્ય શાસન અચલભાસન, પ્રાપ્ત થાવ ભવોભવે, (૨૭)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
કળશ
શ્રી પાર્શ્વ તારો વિજય ડંકો વિશ્વ ભર માં વાગતો
શ્રી પાર્શ્વ તારો દિવ્ય મહિમા આ યુગે પણ જાગતો
શ્રી પાર્શ્વ તારી મોહિની ને પ્રેમ થી પ્રેરાયીને
શ્રી ધુરંધર વિજયે રચી આ ભક્તિ રચના ગાઈ ને
નિત પામજો સહુ દિવ્ય મંગળ માળ કેરી વધાઈ ને, (૨૮)
તે દ્રશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે…
(रचना : श्री धुरंधर विजयजी म. सा.)
जे जन्म समये मेरुगिरिपर स्वर्णना सिंहासने,
अभिषेक अर्थे गोदमां इन्द्रे धर्याता, आपने,
शोभी रह्या’ता मुकुटमांही जडेल नीलमनी परे,
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे… (१)
तुज नीलवरणी कायनी कांति थकी झळहळ थती,
अभिषेकनी जळधार क्रोडो कुंभथी वरसी हती,
जाणे सुमेरु शृंग पर जमना नदी नवली वहे, (२)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
जयारे पधार्या नाथ वामा मात केरा गर्भमां,
त्यारे निहाळ्यो स्वप्नमां अहिने सरकतो पासमां,
तेथी तमारुं नाम पाडयुं “पार्श्व " राजाराणीए, (३)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
गंगा किनारे शिशु बनेला देवदेवी साथमां,
खुल्ला पगे रमता हता, धोळी सुंवाळी रेतमां,
पगलां पडेलां मात्र स्वामी आपकेरा त्यां कने, (४)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
फूटी जुवानी फुटडी नवहाथनी काया उपर,
शी नील तेजोवलय मंडित रूप लावण्ये सभर,
नेत्रो स्वजनने नगरजनना जोई जोईने ठरे, (५)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
तुज रूपगुणना गीत किन्नरना मुखेथी सांभळी,
थई मुग्धचित्त प्रभावती मनथी प्रभो तुजने वरी,
आवी परणवा जान जोडी आपना पूर आंगणे, (६)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
तुं नीलवर्णो नाथ ने ते सोनवरणी कुंवरी,
घेघूर आंबाडाळ पर जाणे लचेली मंजरी,
जब चोरीमां चतुराई थी बेठा हता कर साहीने, (७)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
गंगा नदीना शुभ सलिले सखी संगे खेलता,
नव दिव्य इन्दीवरसमां प्रभु आप अनुपम दीसता,
राणी जणाय परागथी रंगायेली हंसी परे, (८)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
प्रभु एकदा बेठा हता गोखे प्रभावती साथमां,
दीठुं नगरनुं लोक जातुं लइ पूजापो हाथमां,
त्यारे तमे घोडे चडी पहोंच्या कमठ तापस कने, (९)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
त्यां ज्ञानथी बळतो निहाळ्यो अग्निकुंडे नागने,
करुणानिधान तमे कढाव्या आगमांथी तेहने,
सेवक मुखे नवकार आपी इन्द्र पद दीधुं तमे, (१०)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
रुडी वसंते सखी संगे संचर्या’ ता उपवने,
त्यां जोई राजुल त्यागता श्रीनेमिने चित्रामणे,
वैराग्यना रंगे तमे रंगाई उठ्या ते क्षणे, (११)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
थई मेघ कंचनना तमे पूरुं वरस वरसी रह्या,
सहु दीनजनना दुःखने दारिद्वय ने दूरे कर्या,
“छे दान अग्रिम धर्ममां" एवुं जणाव्युं विश्वने, (१२)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
दीक्षातणो अभिषेक करवा इन्द्र चोसठ आविया,
तव पिता राजा अश्वसेने सहु प्रथम नवराविया,
तुज नीलदेहे वारिधारा चमकती वीजळी परे, (१३)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
सहु स्वजननी लईने रजा, चारित्र्यना पंथे चडया,
शिबिका उपर आरूढ थईने, नगर बहारे नीसर्या,
अगणित देवो दानवो मनुजो करे जयघोष ने, (१४)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
ते धन्य आश्रमपद महा उद्यान वृक्ष अशोक ते,
ज्यां सर्वसंग तजी महाव्रत उच्चर्या’ ता चार ते,
ने स्कंध पर धारण कर्युं देवेन्द्र अर्पित दुष्य ने, (१५)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
छद्मस्थ भावे दिवस चोर्याशी सुधी पृथ्वी तळे,
विचर्या तमे उपसर्ग ने सहतां चमकता तप बळे,
मैत्री अने करुणातणो वरसाद वरसाव्यो बधे, (१६)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
कादंबरी अटवी मही प्रभु ध्यानमां उभा हता,
वन हाथी ए कमळो वडे तुज चरणने पूज्या हता,
कलिकुंड तीरथ त्यां थपायुं कुंड सरवर ना तटे, (१७)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
त्रण दिवस कौस्तुभ कानने जयारे तमे काउस्सग कर्यो,
धरणेन्द्र नाग करी फणा शिर उपर छत्र धरी रह्यो,
त्यां तीर्थ अहीं छत्रा थपायुं प्रगट करतुं भक्ति ने, (१८)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
उपसर्ग करतो मेघ माळी मेघ नी वर्षा करे,
धरणेन्द्र ने पद्मावती बहु भाव थी सेवा करे,
ते बे उपर आप हैये धारता सम भावने, (१९)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
नीलो तमारो देहने वट वृक्ष पण लीलुं हतुं,
चोगम उछळतुं मेघजळ पण नीलवरणु भासतुं,
जे मेघमाळी नी प्रजळती आंखने शीतळ करे, (२०)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
ते धन्य चैत्री चोथ जयारे काशीना उद्यान मां,
जई धातकीनां वृक्ष नीचे रह्या स्वामी ध्यान मां,
घनघाती कर्मो चार छेदी लह्या केवळज्ञान ने, (२१)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
सुर असुर मानव कोटि चातक जेम तुज सेवा करे,
तुं नित्य नवला मेघ नी जिम वचन अमृतने झरे,
संतृप्त कीधी भव्य जीवो रूप धरती हर पळे, (२२)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
ज्यां स्वर्ण कमले चरण ठवता आप पद धरता हता,
ते धन्य धरतीनी रजे दुःखी बधा आळोटता,
काया थती कंचन समी संताप शमतो तत्क्षणे, (२३)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
तुज नाम मंत्र समुं बन्युं जे सर्व टाळे आपदा,
तुज मूर्ति चिंतामणी बनी जे सकल आपे संपदा,
लखो तर्या तुज नामने मूर्ति तणा आलंबने, (२४)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
समेतशिखरे करी अणसण एक महिना नुं चरम,
तेत्रीश मुनिवर संग मां पाम्या तमे पद ने परम,
काउसग्ग मुद्रा मां हण्यां सहु कर्म केरा मर्मने, (२५)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
ज्यां वीश जिनवर अजित आदि मुक्ति पद ने पाम्या,
त्यां वीश मां अंतिम क्रमे श्री पार्श्व आप पधार्या,
छेल्लुं थयुं निर्वाण कल्याणक तमारुं ते स्थळे, (२६)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
आ घोर कलीकाळे प्रभु प्रगट्यो शताधिक तीर्थनी,
सुनी धराना मांडवे तुं दिव्य कल्प तरू बनी,
पूरो बधानी कामना तिम पूरजो मारी हवे,
तुज दिव्य शासन अचलभासन, प्राप्त थाव भवोभवे, (२७)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…
कळश
श्री पार्श्व तारो विजय डंको विश्व भर मां वागतो
श्री पार्श्व तारो दिव्य महिमा आ युगे पण जागतो
श्री पार्श्व तारी मोहिनी ने प्रेम थी प्रेरायीने
श्री धुरंधर विजये रची आ भक्ति रचना गाई ने
नित पामजो सहु दिव्य मंगळ माळ केरी वधाई ने, (२८)
ते द्रश्य त्यारे जेमणे माण्युं हशे ते धन्य छे…