પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર,
તારા બાળકડાંને કાજે
સ્વામી રાખજે ઉઘાડા દ્વાર,
તારા બાળકડાંને કાજે
કોઈ પ્રભુ પ્રભુ કરતો આવે,
કોઈ પાર્શ્વ ની ધૂન મચાવે
કરુણા કરજે કિરતાર,
તારા બાળકડાંને કાજે
કોઈ ભાવે પુષ્પે પૂજે,
કોઈ પ્રેમ દિપક પ્રગટાવે
રક્ષા કરજે તારણહાર,
તારા બાળકડાંને કાજે
કોઈ ટળવળતા દુઃખ માટે,
કોઈ રોતાં હૈયા ફાટે
તુજથી કેમ જોઈ શકાય ?,
તારા બાળકડાંને કાજે
પ્રભુ પારસનાથ અમારા,
અમને પ્રાણ થકી છો પ્યારા
મોક્ષ મારગના દેનારા,
તારા બાળકડાંને કાજે
प्रभु राखजे उघाडा द्वार,
तारा बाळकडांने काजे
स्वामी राखजे उघाडा द्वार,
तारा बाळकडांने काजे
कोई प्रभु प्रभु करतो आवे,
कोई पार्श्व नी धून मचावे
करुणा करजे किरतार,
तारा बाळकडांने काजे
कोई भावे पुष्पे पूजे,
कोई प्रेम दिपक प्रगटावे
रक्षा करजे तारणहार,
तारा बाळकडांने काजे
कोई टळवळता दुःख माटे,
कोई रोतां हैया फाटे
तुजथी केम जोई शकाय ?,
तारा बाळकडांने काजे
प्रभु पारसनाथ अमारा,
अमने प्राण थकी छो प्यारा
मोक्ष मारगना देनारा,
तारा बाळकडांने काजे