સમય મારો સાધજે વ્હાલા,
કરું હું તો કાલાવાલા
અંત સમય મારો આવશે જયારે,
નહિ રહે દેહનું ભાન ભાન (૨ વાર)
એવે સમય મુખે ભક્તિ દેજો,
દેજો ભક્તિ નું ગાન (૨ વાર)
સમય મારો…
જીભલડી મારી પરવશ બનશે જો,
હારી બેસું હું ભાન (૨ વાર)
એ રે સમયે મારી વ્હારે ચઢીને,
રાખજે તારું નામ નામ (૨ વાર)
સમય મારો…
કંઠ રુધાશે ને નાડીઓ તૂટશે,
તૂટશે જીવનદોર દોર (૨ વાર)
એ રે સમય મારા અલબેલાજી,
દેજો દર્શન નો લાભ (૨ વાર)
સમય મારો…
આંખલડી મારી પાવન કરજો ને
દેજો એક જ ધામ (૨ વાર)
અરિહંત તારી ઝાંખી કરીને,
ભક્તો છોડે પ્રાણ પ્રાણ (૨ વાર)
સમય મારો…
समय मारो साधजे व्हाला,
करुं हुं तो कालावाला
अंत समय मारो आवशे जयारे,
नहि रहे देहनुं भान भान (२ बार)
एवे समय मुखे भक्ति देजो,
देजो भक्ति नुं गान (२ बार)
समय मारो…
जीभलडी मारी परवश बनशे जो,
हारी बेसुं हुं भान (२ वार)
ए रे समये मारी व्हारे चढीने,
राखजे तारुं नाम नाम (२ बार)
समय मारो…
कंठ रुधाशे ने नाडीओ तूटशे,
तूटशे जीवनदोर दोर (२ बार)
ए रे समय मारा अलबेलाजी,
देजो दर्शन नो लाभ (२ बार)
समय मारो…
आंखलडी मारी पावन करजो ने
देजो एक ज धाम (२ बार)
अरिहंत तारी झांखी करीने,
भक्तो छोडे प्राण प्राण (२ बार)
समय मारो…


