(રચના : પૂજ્ય શ્રી મોહન વિજયજી)
સમય સમય સો વાર સંભારું (૨ વાર)
તુજશું લગની જોર રે
મોહન મુજરો માની લોને (૨ વાર)
જ્યું જલધર પ્રીતિ મોર રે.. સમય સમય..
માહરે તન ધન જીવન તું હી,
એહમાં જૂઠ ન જાણો રે (૨ વાર)
અંતરજામી જગજન નેતા (૨ વાર)
તું કિહાં નથી છાનો રે.. સમય સમય..
જેણે તુઝને હિયડે નવિ ધાર્યો
તાસ જનમ કુણ લેખે રે (૨ વાર)
કાચે રાચે તેજ ન મૂરખ (૨ વાર)
રત્ન ને દૂર ઉવેખે રે.. સમય સમય..
સુરતરુ છાયા ગેહરી મૂકી (૨ વાર)
બાઉલ તણે કુણ બેસે રે (૨ વાર)
તારી ઓળખ લાગે મીઠી (૨ વાર)
કિમ છોડાય વિશેષે રે.. સમય સમય..
વામાનંદન પાસ પ્રભુજી (૨ વાર)
અરજી ચિત્તમા આણો રે (૨ વાર)
રુપવિબુધનો મોહન પભણે (૨ વાર)
નિજ સેવક કરી જાણો રે.. સમય સમય..
(रचना : पूज्य श्री मोहन विजयजी)
समय समय सो वार संभारुं (२ बार)
तुजशुं लगनी जोर रे
मोहन मुजरो मानी लोने (२ बार)
ज्युं जलधर प्रीति मोर रे.. समय समय..
माहरे तन धन जीवन तुं ही,
एहमां जूठ न जाणो रे (२ बार)
अंतरजामी जगजन नेता (२ बार)
तुं किहां नथी छानो रे.. समय समय..
जेणे तुझने हियडे नवि धार्यो
तास जनम कुण लेखे रे (२ बार)
काचे राचे तेज न मूरख (२ बार)
रत्न ने दूर उवेखे रे.. समय समय..
सुरतरु छाया गेहरी मूकी (२ बार)
बाउल तणे कुण बेसे रे (२ बार)
तारी ओळख लागे मीठी (२ बार)
किम छोडाय विशेषे रे.. समय समय..
वामानंदन पास प्रभुजी (२ बार)
अरजी चित्तमा आणो रे (२ बार)
रुपविबुधनो मोहन पभणे (२ बार)
निज सेवक करी जाणो रे.. समय समय..