(રચના: પૂજ્ય શ્રી આનંદઘનજી)
સંભવદેવ તે ધુર સેવો સવે રે
લહી પ્રભુ સેવન ભેદ…
સેવન કારણ પહેલી ભૂમિકા રે
અભય અદ્વેષ અખેદ…
ભય ચંચલતા હો જે પરિણામ-ની રે
દ્વેષ અરોચક ભાવ… (૨)
ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકિયે રે (૨)
દોષ અબોધ લખાવ…
સંભવદેવ તે…
ચરમાવર્તે હો ચરમ કરણ તથા
ભવ પરિણતિ પરિપાક… (૨)
દોષ ટલે વળી દૃષ્ટિ ખૂલે ભલી (૨)
પ્રાપ્તિ પ્રવચન વાક…
સંભવદેવ તે…
પરિચય પાતિક ઘાતક સાધુશું
અકુશલ અપચય ચેત …2
ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી …2
પરિશીલન નય હેત
સંભવદેવ તે…
કારણ જોગે હો કારજ નીપજે રે
એહમાં કોઈ ન વાદ …2
પણ કારણ વિણ કારજ સાધિયે …2
એ નિજ મત ઉન્માદ
સંભવદેવ તે…
મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે
સેવન અગમ અનૂપ …2
દેજો કદાચિત્ સેવક યાચના રે …2
આનંદઘન રસ રૂપ
સંભવદેવ તે…
(रचना: पूज्य श्री आनंदघनजी)
संभवदेव ते धुर सेवो सवे रे
लही प्रभु सेवन भेद…
सेवन कारण पहेली भूमिका रे
अभय अद्वेष अखेद…
भय चंचलता हो जे परिणाम-नी रे
द्वेष अरोचक भाव… (२)
खेद प्रवृत्ति हो करतां थाकिये रे (२)
दोष अबोध लखाव…
संभवदेव ते…
चरमावर्ते हो चरम करण तथा
भव परिणति परिपाक… (२)
दोष टले वळी दृष्टि खूले भली (२)
प्राप्ति प्रवचन वाक…
संभवदेव ते…
परिचय पातिक घातक साधुशुं
अकुशल अपचय चेत …2
ग्रंथ अध्यातम श्रवण मनन करी …2
परिशीलन नय हेत
संभवदेव ते…
कारण जोगे हो कारज नीपजे रे
एहमां कोई न वाद …2
पण कारण विण कारज साधिये …2
ए निज मत उन्माद
संभवदेव ते…
मुग्ध सुगम करी सेवन आदरे रे
सेवन अगम अनूप …2
देजो कदाचित् सेवक याचना रे …2
आनंदघन रस रूप
संभवदेव ते…


