સંભવ જિનવર વિનંતી અવધારો ગુણ જ્ઞાતા રે
ખામી નહિ મુજ ખિજમતે કદીય હોશ્યો ફળ દાતા રે…
સંભવ… (૧)
કર જોડી ઊભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે
જો મનમાં આણો નહીં, તો શું કહિયે થાને રે…
સંભવ… (૨)
ખોટ ખજાને કો નથી, દીજે વંછિત દાનો રે
કરુણા નજરે પ્રભુ તણી, વાધે સેવક વાનો રે…
સંભવ… (૩)
કાળ લબ્ધિ મુજ મતિ ગણો, ભાવ લબ્ધિ તુજ હાથે રે
લડખડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે…
સંભવ… (૪)
દેશ્યો તો તુમહી ભલુ, બીજા તો નવિ સાચું રે
વાચક જશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે…
સંભવ… (૫)
संभव जिनवर विनंती अवधारो गुण ज्ञाता रे
खामी नहि मुज खिजमते कदीय होश्यो फळ दाता रे…
संभव… (१)
कर जोडी ऊभो रहुं, रात दिवस तुम ध्याने रे
जो मनमां आणो नहीं, तो शुं कहिये थाने रे…
संभव… (२)
खोट खजाने को नथी, दीजे वंछित दानो रे
करुणा नजरे प्रभु तणी, वाधे सेवक वानो रे…
संभव… (३)
काळ लब्धि मुज मति गणो, भाव लब्धि तुज हाथे रे
लडखडतुं पण गज बच्चुं, गाजे गजवर साथे रे…
संभव… (४)
देश्यो तो तुमही भलु, बीजा तो नवि साचुं रे
वाचक जश कहे सांईशुं, फळशे ए मुज साचुं रे…
संभव… (५)


