સમતાથી દર્દ સહુ ,પ્રભુ એવું બળ દેજો,
મારી વિનંતી માનીને,મને એટલું બળ દેજો
સમતાથી દર્દ સહુ…
કોઈ ભવમાં બાંધેલા,મારા કર્મો જાગ્યા છે,
કાયાના દર્દ રૂપે,મને પીડવા લાગ્યા છે… (૨ વાર)
આ જ્ઞાન રહે તાજું, એવું સિંચન જળ દેજો,
સમતાથી દર્દ સહુ…
દર્દોની આ પીડા સહેવાતી મટશે નહિ,
હું કલ્પાંત કરૂ તો પણ આ દુ:ખ તો ઘટશે નહિ…(૨ વાર)
દુર્ધ્યાન નથી કરવું ,એવું નિશ્ચય બળ દેજો,
સમતાથી દર્દ સહુ…
આ કાયા અટકી છે,નથી થાતા તુજ દર્શન,
ના જઈ શકું સુણવાને ,ગુરુ ની વાણી પાવન…(૨ વાર)
જિનમંદિર જાવાનું ફરી ને અંજળ દેજો,
સમતાથી દર્દ સહુ…
નથી થાતી ધર્મ ક્રિયા,એનો રંજ ઘણો મનમાં,
દિલડું તો દોડે, પણ શક્તિ નથી તનમાં…(૨ વાર)
મારી હોંશ પુરી થાયે,એવા શુભ અવસર દેજો,
સમતાથી દર્દ સહુ…
છોને આ દર્દો વધે,હું મોત નહિ માંગુ,
વળી છેલ્લા શ્વાસ સુધી,હું ધર્મ નહિ ત્યાગું…(૨ વાર)
રહે ભાવ સમાધિ નો ,એવી અંતિમ પળ દેજો,
સમતાથી દર્દ સહુ…
समताथी दर्द सहु ,प्रभु एवुं बळ देजो,
मारी विनंती मानीने,मने एटलुं बळ देजो
समताथी दर्द सहु…
कोई भवमां बांधेला,मारा कर्मो जाग्या छे,
कायाना दर्द रूपे,मने पीडवा लाग्या छे… (२ बार)
आ ज्ञान रहे ताजुं, एवुं सिंचन जळ देजो,
समताथी दर्द सहु…
दर्दोनी आ पीडा सहेवाती मटशे नहि,
हुं कल्पांत करू तो पण आ दु:ख तो घटशे नहि…(२ बार)
दुर्ध्यान नथी करवुं ,एवुं निश्चय बळ देजो,
समताथी दर्द सहु…
आ काया अटकी छे,नथी थाता तुज दर्शन,
ना जई शकुं सुणवाने ,गुरु नी वाणी पावन…(२ बार)
जिनमंदिर जावानुं फरी ने अंजळ देजो,
समताथी दर्द सहु…
नथी थाती धर्म क्रिया,एनो रंज घणो मनमां,
दिलडुं तो दोडे, पण शक्ति नथी तनमां…(२ बार)
मारी होंश पुरी थाये,एवा शुभ अवसर देजो,
समताथी दर्द सहु…
छोने आ दर्दो वधे,हुं मोत नहि मांगु,
वळी छेल्ला श्वास सुधी,हुं धर्म नहि त्यागुं…(२ बार)
रहे भाव समाधि नो ,एवी अंतिम पळ देजो,
समताथी दर्द सहु…


