શેત્રુંજી ના પાણી હો, બેડલે પાણી
મારા, ઋષભ ની વાત ક્યાં છુપાણી
મારા, મનડાની વાત ક્યાં છુપાણી
શેત્રુંજી ના…
મને પૂછો તો કાંઈ ના જાણું,
જુઓ રોમ રોમ એને હું ભાળું
(૨ વાર)
મારા હૈયાની કોર છે ભીંજાણી
શેત્રુંજી ના…
કરી અભિષેક આતમ પખાળું,
એના સ્પર્શે હું પામું અજવાળું
(૨ વાર)
ઓલી અમૃત ની ધાર છે સિંચાણી
શેત્રુંજી ના…
આજ ભક્ત જનો સહુ સાથે ઝૂમુ,
ભર્યા સપનાએ રૂમ ઝૂમું ઝૂમું
(૨ વાર)
નવી ફૂટે છે આજ નવી વાણી
શેત્રુંજી ના…
शेत्रुंजी ना पाणी हो, बेडले पाणी
मारा, ऋषभ नी वात क्यां छुपाणी
मारा, मनडानी वात क्यां छुपाणी
शेत्रुंजी ना…
मने पूछो तो कांई ना जाणुं,
जुओ रोम रोम एने हुं भाळुं
(२ वार)
मारा हैयानी कोर छे भींजाणी
शेत्रुंजी ना…
करी अभिषेक आतम पखाळुं,
एना स्पर्शे हुं पामुं अजवाळुं
(२ वार)
ओली अमृत नी धार छे सिंचाणी
शेत्रुंजी ना…
आज भक्त जनो सहु साथे झूमु,
भर्या सपनाए रूम झूमुं झूमुं
(२ वार)
नवी फूटे छे आज नवी वाणी
शेत्रुंजी ना…


