શીયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે;
સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતા રાખે રે.
શીયલ (૧)
વ્રત પચ્ચક્ખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે;
એકજ શિયલ તણે બલે, ગયા મુક્તે તેહ રે.
શીયલ (૨)
સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે;
શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે.
શીયલ (3)
તરૂવર મૂળ વિના જિસ્યો, ગુણ વિણ લાલ કમાન રે;
શીયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે.
શીયલ (૪)
નવ વાડે કરી નિર્મળું, પહેલું શીયલ જ ધરજો રે;
ઉદયરત્ન કહે તે પછી, વ્રતનો ખપ કરજો રે.
શીયલ (૫)
शीयल समुं व्रत को नहि, श्री जिनवर एम भाखे रे;
सुख आपे जे शाश्वता, दुर्गति पडता राखे रे.
शीयल (१)
व्रत पच्चक्खाण विना जुओ, नव नारद जेह रे;
एकज शियल तणे बले, गया मुक्ते तेह रे.
शीयल (२)
साधु अने श्रावक तणां, व्रत छे सुखदायी रे;
शियल विना व्रत जाणजो, कुशका सम भाई रे.
शीयल (3)
तरूवर मूळ विना जिस्यो, गुण विण लाल कमान रे;
शीयल विना व्रत एहवुं, कहे वीर भगवान रे.
शीयल (४)
नव वाडे करी निर्मळुं, पहेलुं शीयल ज धरजो रे;
उदयरत्न कहे ते पछी, व्रतनो खप करजो रे.
शीयल (५)

