(રચના : પૂજ્ય શ્રી આનંદઘન જી)
(રાગ : એક પંખી આવીને ઉડી ગયું)
શ્રી શ્રેયાંસ જિન-અંતરજામી આતમરામી નામી રે,
અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુખતિ ગતિ ગામી રે
શ્રી શ્રેયાંસ જિન-અંતરજામી…
સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે
મુખ્ય પણે જે આતમરામી, જે કેવલ નિષ્કામી રે
શ્રી શ્રેયાંસ જિન-અંતરજામી…
નિજ સ્વરૂપે જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે
જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે
શ્રી શ્રેયાંસ જિન-અંતરજામી…
નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે
ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહ શુ રહ મંડો રે
શ્રી શ્રેયાંસ જિન-અંતરજામી…
શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે
શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે
શ્રી શ્રેયાંસ જિન-અંતરજામી…
અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે
વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે
શ્રી શ્રેયાંસ જિન-અંતરજામી…
(रचना : पूज्य श्री आनंदघन जी)
(राग : एक पंखी आवीने उडी गयुं)
श्री श्रेयांस जिन-अंतरजामी आतमरामी नामी रे,
अध्यातम मत पूरण पामी, सहज मुखति गति गामी रे
श्री श्रेयांस जिन-अंतरजामी…
सयल संसारी इन्द्रियरामी, मुनिगण आतमरामी रे
मुख्य पणे जे आतमरामी, जे केवल निष्कामी रे
श्री श्रेयांस जिन-अंतरजामी…
निज स्वरूपे जे किरिया साधे, तेह अध्यातम लहिये रे
जे किरिया करी चउगति साधे, ते न अध्यातम कहिये रे
श्री श्रेयांस जिन-अंतरजामी…
नाम अध्यातम ठवण अध्यातम, द्रव्य अध्यातम छंडो रे
भाव अध्यातम निज गुण साधे, तो तेह शु रह मंडो रे
श्री श्रेयांस जिन-अंतरजामी…
शब्द अध्यातम अर्थ सुणीने, निर्विकल्प आदरजो रे
शब्द अध्यातम भजना जाणी, हान ग्रहण मति धरजो रे
श्री श्रेयांस जिन-अंतरजामी…
अध्यातम जे वस्तु विचारी, बीजा जाण लबासी रे
वस्तु गते जे वस्तु प्रकाशे, आनंदघन मत वासी रे
श्री श्रेयांस जिन-अंतरजामी…

