સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર;
મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર. (૧)
સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર;
શેત્રુંજી નદી નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર. (૨)
શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખ કોશ;
દેવ યુગાદી પૂજીએ, આણી મન સંતોષ. (૩)
એકેકું ડગલું ભરે, શેત્રુંજા સમો જેહ;
ઋષભ કહે ભવ કોડનાં, કર્મ ખપાવે તેહ. (૪)
શેત્રુંજા સમો તીરથ નહીં, ઋષભ સમો નહીં દેવ;
ગૌતમ સરીખા ગુરૂ નહીં, વળી વળી વંદું તેહ. (૫)
જગમાં તીરથ દો વડા, શેત્રુંજય ગિરનાર;
એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. (૬)
સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, મુનિવર કોડી અનંત,
આગે અનંતા સીદ્ધશે, પૂજો ભવિ ભગવંત. (૭)
શત્રુંજય ગિરિ મંડણો, મરૂ દેવાનો નંદ;
યુગલા ધર્મ નિવારણો, નમો યુગાદી જિણંદ. (૮)
તન-મન-ધન-સુત વલ્લભા, સ્વર્ગાદીક સુખ ભોગ;
વળી વળી એ ગિરિ વંદતા, શિવ રમણી સંયોગ. (૯)
सिद्धाचल समरुं सदा, सोरठ देश मोझार;
मनुष्य जन्म पामी करी, वंदुं वार हजार. (१)
सोरठ देशमां संचर्यो, न चढ्यो गढ गिरनार;
शेत्रुंजी नदी नाह्यो नहीं, एनो एळे गयो अवतार. (२)
शेत्रुंजी नदीए नाहीने, मुख बांधी मुख कोश;
देव युगादी पूजीए, आणी मन संतोष. (३)
एकेकुं डगलुं भरे, शेत्रुंजा समो जेह;
ऋषभ कहे भव कोडनां, कर्म खपावे तेह. (४)
शेत्रुंजा समो तीरथ नहीं, ऋषभ समो नहीं देव;
गौतम सरीखा गुरू नहीं, वळी वळी वंदुं तेह. (५)
जगमां तीरथ दो वडा, शेत्रुंजय गिरनार;
एक गढ ऋषभ समोसर्या, एक गढ नेमकुमार. (६)
सिद्धाचल सिद्धि वर्या, मुनिवर कोडी अनंत,
आगे अनंता सीद्धशे, पूजो भवि भगवंत. (७)
शत्रुंजय गिरि मंडणो, मरू देवानो नंद;
युगला धर्म निवारणो, नमो युगादी जिणंद. (८)
तन-मन-धन-सुत वल्लभा, स्वर्गादीक सुख भोग;
वळी वळी ए गिरि वंदता, शिव रमणी संयोग. (९)


