સિધ્ધાચલ શિખરે દીવો રે,
આદેશ્વર અલબેલો રે
જાણે દર્શન અમૃત પીવોરે,
આદેશ્વર અલબેલો રે
અલબેલો અલબેલો અલબેલો રે,
આદેશ્વર અલબેલો રે
શિવ સોમયશા ની લારે રે.. આદેશ્વર..
તેર કોડી મુનિ પરિવારે રે.. આદેશ્વર..
કરે શિવસુંદરીનું આણું રે.. આદેશ્વર..
નારદજી લાખ એકાણું રે.. આદેશ્વર..
વસુદેવની નારી પ્રસિદ્ધિ રે.. આદેશ્વર..
પાંત્રીસ હજાર તે સિદ્ધિ રે.. આદેશ્વર..
લાખ બાવનને એક કોડી રે.. આદેશ્વર..
પંચાવન સાહસને જોડી રે.. આદેશ્વર..
સાતમેં સત્યોતેર સાધુ રે.. આદેશ્વર..
ચૌદ સહસમુનિ દમિતારી રે.. આદેશ્વર..
તવ એ વરિયા શિવનારી રે.. આદેશ્વર..
ચૌદ સહસમુનિ દમિતારી રે.. આદેશ્વર..
પ્રદ્યુમ્નપ્રિયા અચંભી રે.. આદેશ્વર..
ચૌઆલીસમેં વૈદર્ભી રે.. આદેશ્વર..
થાવચ્ચા પુત્ર હજારે રે.. આદેશ્વર..
શુક્ર પરિવ્રાજક એ ધારે રે.. આદેશ્વર..
સેલગ પણસય વિખ્યાત રે.. આદેશ્વર..
સુભદ્ર મુનિ સમ સાતે રે.. આદેશ્વર..
ભવતરીયા તેણે ભવતારણ રે.. આદેશ્વર..
રાજચંદ્રમહોદય કારણ રે.. આદેશ્વર..
સુરકાંત અચલ અભિનંદો રે.. આદેશ્વર..
સુમતિ શ્રેષ્ઠા ભય કંદોરે.. આદેશ્વર..
ઈહાં મોક્ષ ગયાકેઈ કોટી રે.. આદેશ્વર..
અમને પણ આશા મોટી રે.. આદેશ્વર..
શ્રદ્ધા સંવેગે ભરિયો રે.. આદેશ્વર..
મેં મોટો દરીયોતરિયો રે.. આદેશ્વર..
શ્રધ્ધા વિણકુણ ઈહાંઆવે રે.. આદેશ્વર..
લઘુ જળમાં કેમ તેનારે.. આદેશ્વર..
તિણે હાથ હવે પ્રભુ ઝાલો રે.. આદેશ્વર..
શુભવીરને હઈડે વહાલો રે.. આદેશ્વર..
સિધ્ધાચલ.. વિમલાચલ.. શેત્રુંજય..
શિખરે દીવો રે, આદેશ્વર અલબેલો રે
જાણે દર્શન અમૃત પીવોરે.. આદેશ્વર..
અલબેલો અલબેલો અલબેલો રે,
આદેશ્વર અલબેલો રે…
सिध्धाचल शिखरे दीवो रे,
आदेश्वर अलबेलो रे
जाणे दर्शन अमृत पीवोरे,
आदेश्वर अलबेलो रे
अलबेलो अलबेलो अलबेलो रे,
आदेश्वर अलबेलो रे
शिव सोमयशा नी लारे रे.. आदेश्वर..
तेर कोडी मुनि परिवारे रे.. आदेश्वर..
करे शिवसुंदरीनुं आणुं रे.. आदेश्वर..
नारदजी लाख एकाणुं रे.. आदेश्वर..
वसुदेवनी नारी प्रसिद्धि रे.. आदेश्वर..
पांत्रीस हजार ते सिद्धि रे.. आदेश्वर..
लाख बावनने एक कोडी रे.. आदेश्वर..
पंचावन साहसने जोडी रे.. आदेश्वर..
सातमें सत्योतेर साधु रे.. आदेश्वर..
चौद सहसमुनि दमितारी रे.. आदेश्वर..
तव ए वरिया शिवनारी रे.. आदेश्वर..
चौद सहसमुनि दमितारी रे.. आदेश्वर..
प्रद्युम्नप्रिया अचंभी रे.. आदेश्वर..
चौआलीसमें वैदर्भी रे.. आदेश्वर..
थावच्चा पुत्र हजारे रे.. आदेश्वर..
शुक्र परिव्राजक ए धारे रे.. आदेश्वर..
सेलग पणसय विख्यात रे.. आदेश्वर..
सुभद्र मुनि सम साते रे.. आदेश्वर..
भवतरीया तेणे भवतारण रे.. आदेश्वर..
राजचंद्रमहोदय कारण रे.. आदेश्वर..
सुरकांत अचल अभिनंदो रे.. आदेश्वर..
सुमति श्रेष्ठा भय कंदोरे.. आदेश्वर..
ईहां मोक्ष गयाकेई कोटी रे.. आदेश्वर..
अमने पण आशा मोटी रे.. आदेश्वर..
श्रद्धा संवेगे भरियो रे.. आदेश्वर..
में मोटो दरीयोतरियो रे.. आदेश्वर..
श्रध्धा विणकुण ईहांआवे रे.. आदेश्वर..
लघु जळमां केम तेनारे.. आदेश्वर..
तिणे हाथ हवे प्रभु झालो रे.. आदेश्वर..
शुभवीरने हईडे वहालो रे.. आदेश्वर..
सिध्धाचल.. विमलाचल.. शेत्रुंजय..
शिखरे दीवो रे, आदेश्वर अलबेलो रे
जाणे दर्शन अमृत पीवोरे.. आदेश्वर..
अलबेलो अलबेलो अलबेलो रे,
आदेश्वर अलबेलो रे…




