(રાગ : યે બંધન તો પ્યાર કા)
આંખો અમારી દાદા, જોવા તલસે છે તમને,
તમે દર્શન આપો દાદા, સોગંદ અમારી તમને;
સિદ્ધિસૂરિ કામણગારા છો, ભક્તોના સહારા છો… (૧)
વહાલ તમારું પામી દાદા, ભીતર થયું છે ભીનું;
જય જય સિદ્ધિ, જય જય બાપજી, શ્વાસે શ્વાસે રટતું,
તમે ભક્ત હદયના સ્વામી, અમે તવ કરુણાના કામી;
તવ નામની લગની લાગી, ગુરૂરાયા અંતર્યામી… (૨)
સિદ્ધિસૂરિ…
વિનય, વૈયાવચ્ચ, તપ-જપયોગી, જ્ઞાન, ધ્યાન મનોહારી;
પ્રભુભક્તિ જીવવત્સલતા ને, સંઘસ્થવિર પદધારી,
કરુણાના સાગર દાદા, વરસાવે અમીરસ હેલી;
પ્યારા છો બાપજી દાદા, અમ ભક્તોના તમે બેલી… (૩)
સિદ્ધિસૂરિ…
અખંડ તેત્રીસ વર્ષીતપના, આરાધક ગુરુદેવા;
દશ લાખથી અધિક મંત્રો, નિત્ય જપે સૂરિરાયા,
સ્વહસ્તે દીક્ષા દીધી, એક હજારથી વઘારે;
સૂરિ સિદ્ધિના ગુણ ગાતા, આનંદ અનુપમ આવે… (૪)
સિદ્ધિસૂરિ…
સુખ ચેનને શાંતિ સમાધિ, સિદ્ધિ નામે આવે;
રોગ-શોક દુઃખ દર્દ ટળે જબ, સિદ્ધિ નામને ધ્યાવે,
જેની શીતળ મંગલ છાયા, ભક્તોના સંકટ ભાંગે,
દાદા છે ઘેઘૂર વડલો, દોષોનો તાપ સમાવે… (૫)
સિદ્ધિસૂરિ…
(राग : ये बंधन तो प्यार का)
आंखो अमारी दादा, जोवा तलसे छे तमने,
तमे दर्शन आपो दादा, सोगंद अमारी तमने;
सिद्धिसूरि कामणगारा छो, भक्तोना सहारा छो… (१)
वहाल तमारुं पामी दादा, भीतर थयुं छे भीनुं;
जय जय सिद्धि, जय जय बापजी, श्वासे श्वासे रटतुं,
तमे भक्त हदयना स्वामी, अमे तव करुणाना कामी;
तव नामनी लगनी लागी, गुरूराया अंतर्यामी… (२)
सिद्धिसूरि…
विनय, वैयावच्च, तप-जपयोगी, ज्ञान, ध्यान मनोहारी;
प्रभुभक्ति जीववत्सलता ने, संघस्थविर पदधारी,
करुणाना सागर दादा, वरसावे अमीरस हेली;
प्यारा छो बापजी दादा, अम भक्तोना तमे बेली… (३)
सिद्धिसूरि…
अखंड तेत्रीस वर्षीतपना, आराधक गुरुदेवा;
दश लाखथी अधिक मंत्रो, नित्य जपे सूरिराया,
स्वहस्ते दीक्षा दीधी, एक हजारथी वघारे;
सूरि सिद्धिना गुण गाता, आनंद अनुपम आवे… (४)
सिद्धिसूरि…
सुख चेनने शांति समाधि, सिद्धि नामे आवे;
रोग-शोक दुःख दर्द टळे जब, सिद्धि नामने ध्यावे,
जेनी शीतळ मंगल छाया, भक्तोना संकट भांगे,
दादा छे घेघूर वडलो, दोषोनो ताप समावे… (५)
सिद्धिसूरि…