(રાગ : વિરતિધરનો વેષ પ્યારો)
સિદ્ધિસૂરિ નું નામ પ્યારું પ્યારૂં લાગે રે,
મારા ગુરુ નું નામ પ્યારું પ્યારૂં લાગે રે… (૧)
સિદ્ધિસૂરિ છે પ્યારા, એ તો સૌના તારણહારા,
વિનંતિ તમને કરું છું, હવે સામું જુઓને વ્હાલા,
દાદા ! તારું નામ વ્હાલું વ્હાલું લાગે રે… (૨)
સિદ્ધિસૂરિ છે મારા, એ તો સહુ જીવોથી ન્યારા,
આ દુનિયામાં આજે, બસ ! એક તમે છો મારા,
દાદા ! તારું રુપ કામણગારૂં લાગે રે… (૩)
તમે છો સહુના ભ્રાતા, તમે સહુ જીવોના ત્રાતા,
તમે છો પાલનહારા, અમ બાલુડાની મૈયા,
દાદા ! તારા વિના સૂનું સૂનું લાગે રે… (૪)
વિનંતી આજ સ્વીકારો, મુજ મનમંદિરીયે આવો,
સેવક હું છું તારો, મને તારા શરણે રાખો,
દાદા ! તારું શરણું મીઠું મીઠું લાગે રે… (૫)
(राग : विरतिधरनो वेष प्यारो)
सिद्धिसूरि नुं नाम प्यारुं प्यारूं लागे रे,
मारा गुरु नुं नाम प्यारुं प्यारूं लागे रे… (१)
सिद्धिसूरि छे प्यारा, ए तो सौना तारणहारा,
विनंति तमने करुं छुं, हवे सामुं जुओने व्हाला,
दादा ! तारुं नाम व्हालुं व्हालुं लागे रे… (२)
सिद्धिसूरि छे मारा, ए तो सहु जीवोथी न्यारा,
आ दुनियामां आजे, बस ! एक तमे छो मारा,
दादा ! तारुं रुप कामणगारूं लागे रे… (३)
तमे छो सहुना भ्राता, तमे सहु जीवोना त्राता,
तमे छो पालनहारा, अम बालुडानी मैया,
दादा ! तारा विना सूनुं सूनुं लागे रे… (४)
विनंती आज स्वीकारो, मुज मनमंदिरीये आवो,
सेवक हुं छुं तारो, मने तारा शरणे राखो,
दादा ! तारुं शरणुं मीठुं मीठुं लागे रे… (५)