મૃગજળ જેવું સુખ છતાં એ તૃષ્ણા નથી છીપાતી,
સુખની છાયા ક્યાંય નથી પણ માયા નથી મુકાતી
સુખની છાયા ક્યાંય નથી પણ માયા નથી મુકાતી,
મૃગજળ જેવું સુખ છતાં એ તૃષ્ણા નથી છીપાતી
માયા નથી મુકાતી, સુખની છાયા…
ખારો છે સંસાર છતાંએ એને ગણું છું પ્યારો,
ભવોભવ સાગરમાં ભટકું પણ ક્યાંય જડે ના કિનારો,
ભૂલ ભરેલી ભ્રમણાઓ છે તોયે નથી ભુલાતી (૧)
માયા નથી મુકાતી, સુખની છાયા…
દ્વેષ ભર્યો છે આ દીલડામાં રાગમાં છું અનુરાગી,
મારું મારું કરી વેર વધારું વિસારું વીતરાગી,
રંગ ને રાગમાં ડૂબી રહું પણ આગ નથી બુઝાતી (૨)
માયા નથી મુકાતી, સુખની છાયા…
પાપોના પડછાયા પડે ને પુણ્યની પાળો તૂટે,
જાણીને જકડાયો છું ત્યાં બંધન ક્યાંથી છૂટે,
સાજ બેસૂરા વાગી રહ્યા છે લાજ રહી લુંટાતી (૩)
માયા નથી મુકાતી, સુખની છાયા…
मृगजळ जेवुं सुख छतां ए तृष्णा नथी छीपाती,
सुखनी छाया क्यांय नथी पण माया नथी मुकाती
सुखनी छाया क्यांय नथी पण माया नथी मुकाती,
मृगजळ जेवुं सुख छतां ए तृष्णा नथी छीपाती
माया नथी मुकाती, सुखनी छाया…
खारो छे संसार छतांए एने गणुं छुं प्यारो,
भवोभव सागरमां भटकुं पण क्यांय जडे ना किनारो,
भूल भरेली भ्रमणाओ छे तोये नथी भुलाती (१)
माया नथी मुकाती, सुखनी छाया…
द्वेष भर्यो छे आ दीलडामां रागमां छुं अनुरागी,
मारुं मारुं करी वेर वधारुं विसारुं वीतरागी,
रंग ने रागमां डूबी रहुं पण आग नथी बुझाती (२)
माया नथी मुकाती, सुखनी छाया…
पापोना पडछाया पडे ने पुण्यनी पाळो तूटे,
जाणीने जकडायो छुं त्यां बंधन क्यांथी छूटे,
साज बेसूरा वागी रह्या छे लाज रही लुंटाती (३)
माया नथी मुकाती, सुखनी छाया…


