(રચયિતા : શ્રી વાચક જસ મહારાજા)
સૂરજ મંડન પાર્શ્વ જિણંદા
અરજ સુણો ટાળો દુઃખ દંદા
તું સાહિબ હું છું તુજ બંદા
પ્રીત બની જૈસી કૈરવ ચંદા
તુજશું નેહ નહિ મુજ કાચો
ઘણહિ ન ભાંજે હીરો જાચો
દેતાં દાન તે કાંઈ વિમાસો
લાગ્યો મુજ મન એહી તમાસો
જો ખીજમતમાં ખામી દાખો
તો પણ નિજ જાણી હિત રાખો
જેણે દીધું છે પ્રભુ તેહીજ દેશે
સેવા કરશે તે ફળ લેશે
એમ જાણીને પ્રભુ વિનંતી કીજે
મોહનગારા મુજરો લીજે
વાચક જશ કહે ખમીએ આસંગો
દીઓ શિવસુખ ધરી અવિહડ રંગો
(रचयिता : श्री वाचक जस महाराजा)
सूरज मंडन पार्श्व जिणंदा
अरज सुणो टाळो दुःख दंदा
तुं साहिब हुं छुं तुज बंदा
प्रीत बनी जैसी कैरव चंदा
तुजशुं नेह नहि मुज काचो
घणहि न भांजे हीरो जाचो
देतां दान ते कांई विमासो
लाग्यो मुज मन एही तमासो
जो खीजमतमां खामी दाखो
तो पण निज जाणी हित राखो
जेणे दीधुं छे प्रभु तेहीज देशे
सेवा करशे ते फळ लेशे
एम जाणीने प्रभु विनंती कीजे
मोहनगारा मुजरो लीजे
वाचक जश कहे खमीए आसंगो
दीओ शिवसुख धरी अविहड रंगो


