સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે;
અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે… ૧
દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે;
દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે… ૨
કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે;
અંગે પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે… ૩
એહનું ફળ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે;
આણા પાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સગતિ સુરમંદિર રે… ૪
ફૂલ અક્ષત વર ધુપ પઈવો, ગંધ નૈવેદ્ય ફળ જલ ભરી રે;
અંગે અગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભગતિ વરી રે… ૫
સત્તર ભેદ એકવીસ પ્રકારે, અષ્ટોત્તર શત ભેદ રે;
ભાવપૂજા બહુવિધ નિરધારી, દોહગ દુરગતિ છેદે રે… ૬
તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે;
ચઉહા પૂજા ઇમ ઉત્તરઝયણે, ભાખી કેવલભોગી રે… ૭
ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે;
ભવિક જીવ કરશે તે લેશે, ‘આનંદઘન’ પદ ધરણી રે… ૮
सुविधि जिणेसर पाय नमीने, शुभ करणी एम कीजे रे;
अति घणो ऊलट अंग धरीने, प्रह ऊठी पूजीजे रे… १
द्रव्य भाव शुचि भाव धरीने, हरखे देहरे जईए रे;
दह तिग पण अहिगम साचवतां, एकमना धुरि थईए रे… २
कुसुम अक्षत वर वास सुगंधी, धूप दीप मन साखी रे;
अंगे पूजा पण भेद सुणी ईम, गुरुमुख आगम भाखी रे… ३
एहनुं फळ दोय भेद सुणीजे, अनंतर ने परंपर रे;
आणा पालण चित्तप्रसन्नी, मुगति सगति सुरमंदिर रे… ४
फूल अक्षत वर धुप पईवो, गंध नैवेद्य फळ जल भरी रे;
अंगे अग्रपूजा मळी अडविध, भावे भविक शुभगति वरी रे… ५
सत्तर भेद एकवीस प्रकारे, अष्टोत्तर शत भेद रे;
भावपूजा बहुविध निरधारी, दोहग दुरगति छेदे रे… ६
तुरिय भेद पडिवत्ति पूजा, उपशम खीण सयोगी रे;
चउहा पूजा इम उत्तरझयणे, भाखी केवलभोगी रे… ७
ईम पूजा बहु भेद सुणीने, सुखदायक शुभ करणी रे;
भविक जीव करशे ते लेशे, ‘आनंदघन’ पद धरणी रे… ८

