(રાગ : રજા આપો હવે દાદા)
કૃપાનો ધોધ વરસાવો , તમારા ચરણોમા રહેવા ,
સ્વીકારો દાસની સેવા (૨ વાર)…
નથી કોઇ યોગ્યતા મારી , તોયે કરુણા વહે તારી ,
સ્વીકાર્યો છે તમે મુજને , રહીશ હું તારો આભારી ,
તમે મળીયા બધુ મળીયુ , હવે શુ માંગવુ જિનવર ,
સ્વીકારો દાસની સેવા… (૨ વાર)
તમે માતા તમે પિતા તમે બંધુ તમે ગુરુદેવ ,
તમે પ્યારા તમે પ્રિતમ , તમે વ્હાલા તમે વાલમ ,
તમે છો સાધના નો સાર , તમે છો મુક્તિની મંઝીલ ,
સ્વીકારો દાસની સેવા… (૨ વાર)
(राग : रजा आपो हवे दादा)
कृपानो धोध वरसावो , तमारा चरणोमा रहेवा ,
स्वीकारो दासनी सेवा (२ वार)…
नथी कोइ योग्यता मारी , तोये करुणा वहे तारी ,
स्वीकार्यो छे तमे मुजने , रहीश हुं तारो आभारी ,
तमे मळीया बधु मळीयु , हवे शु मांगवु जिनवर ,
स्वीकारो दासनी सेवा… (२ वार)
तमे माता तमे पिता तमे बंधु तमे गुरुदेव ,
तमे प्यारा तमे प्रितम , तमे व्हाला तमे वालम ,
तमे छो साधना नो सार , तमे छो मुक्तिनी मंझील ,
स्वीकारो दासनी सेवा… (२ वार)