જે બાર ભેદ છે નિર્જરા ના ભેદ તે તપના કહ્યા,
કરી નિર્જરા તે કર્મ ની બારે પ્રકારે જે લહ્યા,
અભ્યંતરો ના ભેદ છ: છે, ભેદ છ: છે બાહ્ય ના,
હોજો મનો વચ કાય થી તપ સાધકો ને વંદના… (૨)
જે ખડગ સમ અડગ કહ્યા પાપ નિકાચિત ઘણા,
વિનાશ તેહનો કરવા કાજે વજ્ર સમ છે તપ ઘણા,
જે દૃઢ પ્રહરી ઘોર પાપી કરતો પાપ નિકંદના,
હોજો મનો વચ કાય થી તપ સાધકોં ને વંદના… (૨)
આહાર સંજ્ઞા જોર કરતી મમતા તન નુ છે ઘણુ,
સ્વારથ ભરી બુદ્ધિ મલીને ચિત્ત ચંચલ અતિ ઘણુ,
યે ચાર દોષો નાશ કરવા તપ તણી કરી ભાવના,
હોજો મનો વચ કાયા થી તપ સાધકોં ને વંદના… (૨)
નથી મલે ને સિદ્ધિ વર થી કાજ સઘલા સીજતા,
ને દેહના મલ મૂત્ર શોભા રાગ રોગ સમાવતા,
પીયૂષ વૃષ્ટિ વાણી ઝરતી મોઘ કદીયે થાય ના,
હોજો મનો વચ કાય થી તપ સાધકોં ને વંદના… (૨)
ઇચ્છા નિરોધે તપ કહ્યો મન શુદ્ધ ભાવે તે કરો,
જે નિર્જરા સકામ કરતો નાથ ભાષિત તપ ખરો,
પ્રભાવ પો તપસ્વીઓ શુભ બોધિ પ્રાપણ કારણા,
હોજો મનો વચ કાય થી તપ સાધકોં ને વંદના… (૨)
કાયા ઘણાય છે તપ અને કિરિયા વંદે શુભ વસ્ત્ર જો,
ને જાપ શોભે હાર સમને મુગટ સમ છે ધ્યાન જો,
શ્રદ્ધા હશે શુભ હૃદય સમને પ્રાણ છે જિન દેશ ના,
હોજો મનો વચ કાય થી તપ સાધકોં ને વંદના… (૨)
દહન કંચન પચન જલ મા આગનુ એક સ્થાન છે,
ને ભસ્મ શુદ્ધિ શક્તિ ગતિ મા સ્થાન તપ નુ તેહ છે,
રત્નત્રયી ના માર્ગ મા વડી ગમન વેગ ની વર્ણના,
હોજો મનો વચ કાય થી તપ સાધકોં ને વંદના… (૨)
છે આદિનાથ ને સુંદરી વલી વીર ધન્નો ભદ્ર ને,
શ્રી ચંદ્ર કેવલી ઘોર તપસી અજિત મોહ જિનશાસને,
જે આજ પણ તપ તીવ્ર કરતા લઊં છૂ તેમના ભામણા,
હોજો મનો વચ કાય થી તપ સાધકોં ને વંદના… (૨)
जे बार भेद छे निर्जरा ना भेद ते तपना कह्या,
करी निर्जरा ते कर्म नी बारे प्रकारे जे लह्या,
अभ्यंतरो ना भेद छ: छे, भेद छ: छे बाह्य ना,
होजो मनो वच काय थी तप साधको ने वंदना… (२)
जे खडग सम अडग कह्या पाप निकाचित घणा,
विनाश तेहनो करवा काजे वज्र सम छे तप घणा,
जे दृढ प्रहरी घोर पापी करतो पाप निकंदना,
होजो मनो वच काय थी तप साधकों ने वंदना… (२)
आहार संज्ञा जोर करती ममता तन नु छे घणु,
स्वारथ भरी बुद्धि मलीने चित्त चंचल अति घणु,
ये चार दोषो नाश करवा तप तणी करी भावना,
होजो मनो वच काया थी तप साधकों ने वंदना… (२)
नथी मले ने सिद्धि वर थी काज सघला सीजता,
ने देहना मल मूत्र शोभा राग रोग समावता,
पीयूष वृष्टि वाणी झरती मोघ कदीये थाय ना,
होजो मनो वच काय थी तप साधकों ने वंदना… (२)
इच्छा निरोधे तप कह्यो मन शुद्ध भावे ते करो,
जे निर्जरा सकाम करतो नाथ भाषित तप खरो,
प्रभाव पो तपस्वीओ शुभ बोधि प्रापण कारणा,
होजो मनो वच काय थी तप साधकों ने वंदना… (२)
काया घणाय छे तप अने किरिया वंदे शुभ वस्त्र जो,
ने जाप शोभे हार समने मुगट सम छे ध्यान जो,
श्रद्धा हशे शुभ हृदय समने प्राण छे जिन देश ना,
होजो मनो वच काय थी तप साधकों ने वंदना… (२)
दहन कंचन पचन जल मा आगनु एक स्थान छे,
ने भस्म शुद्धि शक्ति गति मा स्थान तप नु तेह छे,
रत्नत्रयी ना मार्ग मा वडी गमन वेग नी वर्णना,
होजो मनो वच काय थी तप साधकों ने वंदना… (२)
छे आदिनाथ ने सुंदरी वली वीर धन्नो भद्र ने,
श्री चंद्र केवली घोर तपसी अजित मोह जिनशासने,
जे आज पण तप तीव्र करता लऊं छू तेमना भामणा,
होजो मनो वच काय थी तप साधकों ने वंदना… (२)