(રચયિતા : પ.પૂ. હીરવિજયજી મહારાજ સાહેબ)
ત્રિશલા માતા ને સખીઓની હિતશિક્ષા
શીખ સુણો સુખી ! માહરી બોલોને વચન રસાળ,
તુમ કુખડીયે રે ઉપન્યા સોભગી સુકુમાલ
ત્રિશલા ગર્ભને સંભાલ…
તીખું કડવું કસાયલું ખાટા ખારાની જાત,
મધુરા રસ નવિ સેવિયે વપુ મલય પરિહાર
ત્રિશલા…
અતિઉનું અતિ શીતલડું નયણે કાજળ રેખ,
અતિ ભોજન નવિ કીજીયે તેલ ન ચોપડીએ રેખ
ત્રિશલા…
સ્નાન વિલેપન તાહરું મન જાણી દુઃખ માય,
હળવે મધુરે બોલીયે આસી સુખની વાદ
ત્રિશલા…
ગાડા વ્હેલ વિંડોળતા ધબ ધબ ચાલ મ ચાલ,
અતિ શીયળ જગ સેવના વિણસે પુત્રના કાજ
ત્રિશલા…
જેમ જેમ ધોહલા ઉપજે તેમ તેમ દેજો બહુમાન,
ભોગ સંયોગને વારજો હોશે પુત્ર નિદાન
ત્રિશલા…
એણીપેરે ગર્ભને પાળતાં જન્મ્યા શ્રી જીનરાય,
સંઘમાં જય જય સહુ કરે હિરવિજય ગુણ ગાય
ત્રિશલા…
(रचयिता : प.पू. हीरविजयजी महाराज साहेब)
त्रिशला माता ने सखीओनी हितशिक्षा
शीख सुणो सुखी ! माहरी बोलोने वचन रसाळ,
तुम कुखडीये रे उपन्या सोभगी सुकुमाल
त्रिशला गर्भने संभाल…
तीखुं कडवुं कसायलुं खाटा खारानी जात,
मधुरा रस नवि सेविये वपु मलय परिहार
त्रिशला…
अतिउनुं अति शीतलडुं नयणे काजळ रेख,
अति भोजन नवि कीजीये तेल न चोपडीए रेख
त्रिशला…
स्नान विलेपन ताहरुं मन जाणी दुःख माय,
हळवे मधुरे बोलीये आसी सुखनी वाद
त्रिशला…
गाडा व्हेल विंडोळता धब धब चाल म चाल,
अति शीयळ जग सेवना विणसे पुत्रना काज
त्रिशला…
जेम जेम धोहला उपजे तेम तेम देजो बहुमान,
भोग संयोगने वारजो होशे पुत्र निदान
त्रिशला…
एणीपेरे गर्भने पाळतां जन्म्या श्री जीनराय,
संघमां जय जय सहु करे हिरविजय गुण गाय
त्रिशला…

