રચના: પ. પૂ. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબ
શી કહું કથની મારી વીર, શી કહું કથની મારી,
જન્મ પહેલા મેં આપની પાસે, કીધો કોલ કરારી,
અનંત જન્મના કર્મ મિટાવવા, મનુષ્ય જન્મ દિલધારી હો.
વીર… (૧)
સંસાર વાયરાની લહેર થકી હું, વિસર્યો આજ્ઞા તુમારી;
બાળપણામાં રહ્યો અજ્ઞાની, મનુષ્યજન્મ ગયો હારી હો.
વીર… (૨)
જોબનવયમાં વિષયવિકારી રાચી રહ્યો દિલ ધારી;
ધર્મ ન પામ્યો ધર્મ ન સાધ્યો, ધર્મને મેલ્યો વિસારી હો.
વીર… (૩)
જોતજોતામાં ઘડપણ આવ્યું, શક્તિ ગઈ સહુ મારી;
ધનદોલતની આશાએ વળગ્યો, ગયો મનુષ્ય ભવ હારી હો.
વીર… (૪)
ભરતેભૂમિમાં પંચમ કાળે, નહીં કોઈ કેવળ ધારી;
સંદેહ સઘળા કોણ નિવારે?, મતિ મૂંઝાય છે મારી હો.
વીર… (૫)
ઉદયરત્ન કરજોડી કહે છે, કરો હો મહેર મોઝારી;
ભક્તવત્સલ બહુ સહાય કરીને, લેજો મુજને ઉગારી હો.
વીર… (૬)
रचयिता: पू. गणीवर्य श्री उदयरत्न विजयजी म.सा.
शी कहुं कथनी मारी वीर, शी कहुं कथनी मारी,
जन्म पहेला में आपनी पासे, कीधो कोल करारी,
अनंत जन्मना कर्म मिटाववा, मनुष्य जन्म दिलधारी हो.
वीर… (१)
संसार वायरानी लहेर थकी हुं, विसर्यो आज्ञा तुमारी;
बाळपणामां रह्यो अज्ञानी, मनुष्यजन्म गयो हारी हो.
वीर… (२)
जोबनवयमां विषयविकारी राची रह्यो दिल धारी;
धर्म न पाम्यो धर्म न साध्यो, धर्मने मेल्यो विसारी हो.
वीर… (३)
जोतजोतामां घडपण आव्युं, शक्ति गई सहु मारी;
धनदोलतनी आशाए वळग्यो, गयो मनुष्य भव हारी हो.
वीर… (४)
भरतेभूमिमां पंचम काळे, नहीं कोई केवळ धारी;
संदेह सघळा कोण निवारे?, मति मूंझाय छे मारी हो.
वीर… (५)
उदयरत्न करजोडी कहे छे, करो हो महेर मोझारी;
भक्तवत्सल बहु सहाय करीने, लेजो मुजने उगारी हो.
वीर… (६)

