કરી શકે ના કોઈ તારા ગુણો ના સરવાળા
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
કેમ ભૂલીશું તુજને ઓ જિનશાસન ના રખવાળા
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
卐
જગતગુરુ તે જન્મ ધર્યો, ધરતી પર કરવા જગ ઉદ્ધાર,
અંધારે અથડાતા યુવાનો, તણો-થયો તું તારણહાર,
સી. એ. જેવી જી.ડી.એ ની ડીગ્રી લીધી પરદેશમાં,
માત-તાત ને બાંધવ-બેની, હરખ્યા ભાવાવેષમાં
શાહ કુટુંબનો આ કુળદીપક, વિદ્યાધર થઇ ઝળહળશે
ચીમનભાઈ ને ભૂરીબેનનું, નામ બધે ઉજ્જવળ કરશે
ખબર ન્હોતી ‘કાંતી’ માટે, લખ્યું વિધિએ જુદુ વિધાન
માનવ નહીં પણ મહામાનવ થઇ, કરશે આ તો જગકલ્યાણ
ગાડી મોટર પ્લેન નહીં પણ હો.. હો.. હો..
ગાડી મોટર પ્લેન નહીં પણ.. ફરશે આ પગપાળા
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
卐
માયા મમતા વિલાસ વૈભવ, ત્યાગ્યા સહુ સુખ સંસારી,
મુક્તિ પંથે હાલી નીકળ્યા , યુગ પુરુષ એ અવતારી
એક થો આતમ વૈરાગી એમાં ભક્તિ કેરો રંગ ભળ્યો,
પ્રેમસુરીશ્વર જેવા જ્ઞાની, સદ્દ ગુરુ નો સંગ મળ્યો
ઓગણીસો એકાણું પોષ-સુધ-બારસ ના મંગળ દિવસે,
લઘુ બંધુ પોપટ ની સાથે, ચાણસ્મા પહોંચ્યા હોંશે
પ્રેમસુરીશ્વર જેવા સમર્થ, ગુરુ પાસે દિક્ષા લિધી,
‘ભાનુવિજય’ ને ‘પદ્મવિજય’ થઇ ભાવે ભક્તિ પ્રારંભી
એક જ પલ માં ઉઘડી ગ્યા હો.. હો.. હો..
એક જ પલ માં ઉઘડી ગ્યા, અંતર ના અતુટ તાળા.
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
卐
શ્રમાદ છોડી કાય કસીને, ગુરુ ભક્તિ ના લીધા પચ્ચખાણ,
રોમે રોમ ગુરુ ગુણ માયા, ગુરુ આગન્યા ને બનાવી પ્રાણ
વૈયાવચ્ચ વૈરાગ્ય વિનય ને જ્ઞાન ધ્યાન વાણી તપ ને ત્યાગ,
સૈયમ પરિણીત શ્વાસે શ્વાસે, ગુરુ સેવા માં સદા સજાગ
બાહ્ય ભાવ થી વિમુક થઇ ને કર્તા જ્ઞાન ઉપાસના
છઠ્ઠ તપ કરિને પળ પળ કરતા રત્નત્રયી ની સાધના
વિવિધ ગ્રંથો ના વાંચન થી, જ્ઞાન મા થાતિ-રહી વૃદ્ધિ
આરાધન ના સતત પ્રભાવે થાતિ-રહી ગુણ ની શુદ્ધિ
આધ્યાત્મિક ના અથાગ દરીયે હો.. હો.. હો..
આધ્યાત્મિક ના અથાગ દરીયે.. અંતરે કરે ઉલાળા
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
卐
સવંત ૨૦૦૬-ની-સાલ માં, મુંબઈ ખાતે કર્યો વિહાર,
મધ મીઠી વૈરાગ્ય વાણીથી, મચી ગયો બધે હાહાકાર
ગુરુ દેવ ના પ્રવચન સુણવા, ઉમટ્યા બાલ ગોપાલ હજાર,
દિવ્ય પ્રતિભા ભુવન-ભાનુ ની, સર્જ્યો અનોખો ચમત્કાર
જ્ઞાન તણાં ભંડાર ગુરુજી, વરસ્યા એવા અનરા-ધાર,
તરવર્યા તો ખાર સમા-યુવકો એ ત્યજી દીધો સંસાર
મારગ સાધ્યો મુક્તિ કેરો, છોડી માત પિતા દરબાર
ગુરુ ચરણો ની રજ માથે-લઇ, હાલી નીકળ્યા હારોહાર
મુનિગણો ને મુમુક્ષુ-તણી હો.. હો.. હો..
મુનિગણો ને મુમુક્ષુ-તણી.. ઉઘડી ગયી પાઠશાળા
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
卐
પ્રેમસૂરીશ્વર ગુરુ દેવના સોનેરી-શમના કર્યા સાકાર
ભેટ દઈ ઉત્તમ શ્રમણો ની, શાસન ને નવલી સુખકાર
પરમ તેજ પથરાયા ગુરુ ના, ઉચ્ચ પ્રકાશ તણા પંથે
સાત્વિક સાહિત્ય પીરસ્યુ જગને, અનંત ઉપકારી સંતે
સૈયમ ની સુવાસ ગુરુની, નિજ વાણી ને વર્તન મા
સમગ્ર જીવન વ્યતીત કર્યું,મનોમંથન-ચિંતન લેખન મા
સ્વાધ્યાય સંયમ સદગુણનો ની, પ્રસરાવી સઘળે સુવાસ
જ્ઞાન-ધ્યાન ની દીવસે દીવસે, વધતી-રહી અવિરત પ્યાસ
યુવા શિબીર ના આધ્ય પ્રણેતા હો.. હો.. હો..
યુવા શિબીર ના આધ્ય પ્રણેતા.. મન માં બાંધ્યા માળા
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
卐
નીરખ્યા પ્રભુ ને અણુ અણુ મા, ભક્તિ રસ વહે રગ રગ મા,
અષ્ટાપદ પૂજા મા ગુરુનો, નહીં-જડે જોટો જગમાં
શ્રમણ સંસ્થા ના ઘડતર માટે, દઈ મધુરી વાંચના,
ચુસ્ત રહે આચાર મા સહુ-એ, એકજ ગુરુ ની કામના
મધુર કંઠે શબ્દો રણકતા, અનુપમ શાતા આપતા
જ્યા જ્યા પાવન ચરણો પડે ત્યા, ભવ ના વિઘ્નો ભાગતા
ધન્ય થયા નગરો ને ગામો, ધન્ય થયા ઘર ને આવાસ
ધન્યા થયા પથરે પથરા-જ્યા, ગુરુ એ ગાળ્યો ચાતુર્માસ
યુવા હ્રદય થી દુર કર્યા હો … હો … હો …
યુવા હ્રદય થી દુર કર્યા.. ઝડવાડ ના ઝહેરી જાળા ..
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
卐
ચાંદની રાતે કલમ ચલાવી, વિવિધ-ગ્રંથ કર્યા તૈયાર,
પાક્યો નથી-કોઈ વિદ્યાસાગર, આ અવની પર એક વાર
તર્ક શક્તિ નો ગજબ પુરાવો, અમી ચંદની અમી દ્રષ્ટિ
પુસ્તક ના પાને પાને થઇ, અનરાધાર અશ્રુ વૃષ્ટિ
કલમ થી ટપકેલી શ્યાહી એ, પલટાવ્યા જીવન ના પંથ
જિનશાસન ને મલસે ફરીથી, ક્યારે આવો વિરલ સંત
સમય રેત પર અંકિત રેહશે, ભુવન ભાનુ ના પગલા
નીતર્યું જે અમૃત કલમ થી, અમર બની-ગયા ગ્રંથ સદા
રાહ ભુલ્યા ને રાહ ચિંદશે હો.. હો.. હો..
રાહ ભુલ્યા ને રાહ ચિંદશે.. સ દૈવ શબ્દ રૂપાળા..
યુગો સુધી ઝળહળશે ભુવનભાનુ ના અજવાળા
卐
ગુરુદેવ.. ગુરુદેવ.. ગુરુદેવ.. ગુરુદેવ.. ગુરુદેવ..
करी शके ना कोई तारा गुणो ना सरवाळा
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
केम भूलीशुं तुजने ओ जिनशासन ना रखवाळा
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
卐
जगतगुरु ते जन्म धर्यो, धरती पर करवा जग उद्धार,
अंधारे अथडाता युवानो, तणो-थयो तुं तारणहार,
सी. ए. जेवी जी.डी.ए नी डीग्री लीधी परदेशमां,
मात-तात ने बांधव-बेनी, हरख्या भावावेषमां
शाह कुटुंबनो आ कुळदीपक, विद्याधर थइ झळहळशे
चीमनभाई ने भूरीबेननुं, नाम बधे उज्जवळ करशे
खबर न्होती ‘कांती’ माटे, लख्युं विधिए जुदु विधान
मानव नहीं पण महामानव थइ, करशे आ तो जगकल्याण
गाडी मोटर प्लेन नहीं पण हो.. हो.. हो..
गाडी मोटर प्लेन नहीं पण.. फरशे आ पगपाळा
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
卐
माया ममता विलास वैभव, त्याग्या सहु सुख संसारी,
मुक्ति पंथे हाली नीकळ्या , युग पुरुष ए अवतारी
एक थो आतम वैरागी एमां भक्ति केरो रंग भळ्यो,
प्रेमसुरीश्वर जेवा ज्ञानी, सद्द गुरु नो संग मळ्यो
ओगणीसो एकाणुं पोष-सुध-बारस ना मंगळ दिवसे,
लघु बंधु पोपट नी साथे, चाणस्मा पहोंच्या होंशे
प्रेमसुरीश्वर जेवा समर्थ, गुरु पासे दिक्षा लिधी,
‘भानुविजय’ ने ‘पद्मविजय’ थइ भावे भक्ति प्रारंभी
एक ज पल मां उघडी ग्या हो.. हो.. हो..
एक ज पल मां उघडी ग्या, अंतर ना अतुट ताळा.
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
卐
श्रमाद छोडी काय कसीने, गुरु भक्ति ना लीधा पच्चखाण,
रोमे रोम गुरु गुण माया, गुरु आगन्या ने बनावी प्राण
वैयावच्च वैराग्य विनय ने ज्ञान ध्यान वाणी तप ने त्याग,
सैयम परिणीत श्वासे श्वासे, गुरु सेवा मां सदा सजाग
बाह्य भाव थी विमुक थइ ने कर्ता ज्ञान उपासना
छठ्ठ तप करिने पळ पळ करता रत्नत्रयी नी साधना
विविध ग्रंथो ना वांचन थी, ज्ञान मा थाति-रही वृद्धि
आराधन ना सतत प्रभावे थाति-रही गुण नी शुद्धि
आध्यात्मिक ना अथाग दरीये हो.. हो.. हो..
आध्यात्मिक ना अथाग दरीये.. अंतरे करे उलाळा
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
卐
सवंत २००६-नी-साल मां, मुंबई खाते कर्यो विहार,
मध मीठी वैराग्य वाणीथी, मची गयो बधे हाहाकार
गुरु देव ना प्रवचन सुणवा, उमट्या बाल गोपाल हजार,
दिव्य प्रतिभा भुवन-भानु नी, सर्ज्यो अनोखो चमत्कार
ज्ञान तणां भंडार गुरुजी, वरस्या एवा अनरा-धार,
तरवर्या तो खार समा-युवको ए त्यजी दीधो संसार
मारग साध्यो मुक्ति केरो, छोडी मात पिता दरबार
गुरु चरणो नी रज माथे-लइ, हाली नीकळ्या हारोहार
मुनिगणो ने मुमुक्षु-तणी हो.. हो.. हो..
मुनिगणो ने मुमुक्षु-तणी.. उघडी गयी पाठशाळा
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
卐
प्रेमसूरीश्वर गुरु देवना सोनेरी-शमना कर्या साकार
भेट दई उत्तम श्रमणो नी, शासन ने नवली सुखकार
परम तेज पथराया गुरु ना, उच्च प्रकाश तणा पंथे
सात्विक साहित्य पीरस्यु जगने, अनंत उपकारी संते
सैयम नी सुवास गुरुनी, निज वाणी ने वर्तन मा
समग्र जीवन व्यतीत कर्युं,मनोमंथन-चिंतन लेखन मा
स्वाध्याय संयम सदगुणनो नी, प्रसरावी सघळे सुवास
ज्ञान-ध्यान नी दीवसे दीवसे, वधती-रही अविरत प्यास
युवा शिबीर ना आध्य प्रणेता हो.. हो.. हो..
युवा शिबीर ना आध्य प्रणेता.. मन मां बांध्या माळा
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
卐
नीरख्या प्रभु ने अणु अणु मा, भक्ति रस वहे रग रग मा,
अष्टापद पूजा मा गुरुनो, नहीं-जडे जोटो जगमां
श्रमण संस्था ना घडतर माटे, दई मधुरी वांचना,
चुस्त रहे आचार मा सहु-ए, एकज गुरु नी कामना
मधुर कंठे शब्दो रणकता, अनुपम शाता आपता
ज्या ज्या पावन चरणो पडे त्या, भव ना विघ्नो भागता
धन्य थया नगरो ने गामो, धन्य थया घर ने आवास
धन्या थया पथरे पथरा-ज्या, गुरु ए गाळ्यो चातुर्मास
युवा ह्रदय थी दुर कर्या हो … हो … हो …
युवा ह्रदय थी दुर कर्या.. झडवाड ना झहेरी जाळा ..
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
卐
चांदनी राते कलम चलावी, विविध-ग्रंथ कर्या तैयार,
पाक्यो नथी-कोई विद्यासागर, आ अवनी पर एक वार
तर्क शक्ति नो गजब पुरावो, अमी चंदनी अमी द्रष्टि
पुस्तक ना पाने पाने थइ, अनराधार अश्रु वृष्टि
कलम थी टपकेली श्याही ए, पलटाव्या जीवन ना पंथ
जिनशासन ने मलसे फरीथी, क्यारे आवो विरल संत
समय रेत पर अंकित रेहशे, भुवन भानु ना पगला
नीतर्युं जे अमृत कलम थी, अमर बनी-गया ग्रंथ सदा
राह भुल्या ने राह चिंदशे हो.. हो.. हो..
राह भुल्या ने राह चिंदशे.. स दैव शब्द रूपाळा..
युगो सुधी झळहळशे भुवनभानु ना अजवाळा
卐
गुरुदेव.. गुरुदेव.. गुरुदेव.. गुरुदेव.. गुरुदेव..



