આ ફૂલોં રોજ ખિલે છે, અને સાંજે ખરી પડે છે
આ માનવ જન્મ ધરે છે, અને મૃત્યુ ને વરે છે
સુખ દુઃખ તો, કુદરત નો ક્રમ છે, આતમ તો સનાતન છે…
ક્યાથી તું આવ્યો-અને કયાં છે તું જવાનોં (૨)
જતા પહેલા સમ્યક્ત્વ નું, લઇ લેજે પરવાનોં
તને જ્ઞાની એમ સમજાવે, તારી મોહ-નિદ્રા ઉડાડે
તને સાચો માર્ગ બતાવી, તારા આતમ ને જગાડે
સુખ દુઃખ તો…
ક્ષણ ક્ષણ વિતિ જાય છે-પ્રમાદ તું કરીશ ના (૨)
સાધવાનુ સાધિ લેજે, મૃત્યુ થી ડરીશ ના
આ જીવન તો છે ઉત્સવ, એને જરા જાણી લે
અને મૃત્યુ છે મહોત્સવ, એને પણ તું માનીલે
સુખ દુઃખ તો…
શાશ્વત સુખ નો માલિક તું નસ્વર પાછળ કા દોડે (૨)
જડ મા તું તલીન બને ને આતમ ને તર છોડે
જડ ને ચેતન છે જુદા, એ ગ્રંથિ ભેદ કરિલે
રત્નત્રયી ને પામિ, ભવ નો તું છેદ કરીલે
સુખ દુઃખ તો…
आ फूलों रोज खिले छे, अने सांजे खरी पडे छे
आ मानव जन्म धरे छे, अने मृत्यु ने वरे छे
सुख दुःख तो, कुदरत नो क्रम छे, आतम तो सनातन छे…
क्याथी तुं आव्यो-अने कयां छे तुं जवानों (२)
जता पहेला सम्यक्त्व नुं, लइ लेजे परवानों
तने ज्ञानी एम समजावे, तारी मोह-निद्रा उडाडे
तने साचो मार्ग बतावी, तारा आतम ने जगाडे
सुख दुःख तो…
क्षण क्षण विति जाय छे-प्रमाद तुं करीश ना (२)
साधवानु साधि लेजे, मृत्यु थी डरीश ना
आ जीवन तो छे उत्सव, एने जरा जाणी ले
अने मृत्यु छे महोत्सव, एने पण तुं मानीले
सुख दुःख तो…
शाश्वत सुख नो मालिक तुं नस्वर पाछळ का दोडे (२)
जड मा तुं तलीन बने ने आतम ने तर छोडे
जड ने चेतन छे जुदा, ए ग्रंथि भेद करिले
रत्नत्रयी ने पामि, भव नो तुं छेद करीले
सुख दुःख तो…