(રાગ: સુંદરવર શણગાર સજીને)
આવો આવો આંગણે આવો, ઘર – તોરણ બંધાવો રે
આચાર્ય પદવીનો ઉત્સવ (૨), ગીત મધુરા ગાવો રે
આવો આવો…
સકલતીર્થમાં મુનિવર મોટા, જંગમ તીરથ કહીએ રે
એ તીરથની જાત્રા કરવા, ચાલો આપણ જઈએ રે
આચાર્ય… આવો આવો…
ફૂલ પૂછે ભમરાને, ભમરો વાત કરે હરખાઈ રે
આજ ખુશીનું કારણ ના પૂછ, ગુરુને આપ બધાઈ રે
આચાર્ય… આવો આવો…
સાગર, સરિતા, વાદળ વાયુ, વૃક્ષને ધરતીમાતા રે
સૂરિમંત્રની સાધના દ્વારા, જગને દે સુખશાતા રે
આચાર્ય… આવો આવો…
તેજ છલકતાં ગુરુની સામે, ચંદ્ર ગયો કરમાઈ રે
સૂર્ય ઉદય’ નાં ટાણે સૂરજ, લાલ થયો શરમાઈ રે
આચાર્ય… આવો આવો…
(राग: सुंदरवर शणगार सजीने)
आवो आवो आंगणे आवो, घर – तोरण बंधावो रे
आचार्य पदवीनो उत्सव (२), गीत मधुरा गावो रे
आवो आवो…
सकलतीर्थमां मुनिवर मोटा, जंगम तीरथ कहीए रे
ए तीरथनी जात्रा करवा, चालो आपण जईए रे
आचार्य… आवो आवो…
फूल पूछे भमराने, भमरो वात करे हरखाई रे
आज खुशीनुं कारण ना पूछ, गुरुने आप बधाई रे
आचार्य… आवो आवो…
सागर, सरिता, वादळ वायु, वृक्षने धरतीमाता रे
सूरिमंत्रनी साधना द्वारा, जगने दे सुखशाता रे
आचार्य… आवो आवो…
तेज छलकतां गुरुनी सामे, चंद्र गयो करमाई रे
सूर्य उदय’ नां टाणे सूरज, लाल थयो शरमाई रे
आचार्य… आवो आवो…



