અમી ભરેલી નજરું રાખો,
મહાવીર શ્રી ભગવાન રે…
દર્શન આપો દુઃખડાં કાપો,
મહાવીર શ્રી ભગવાન રે…
ચરણ કમળ માં શીશ નમાવું,
વંદન કરું મહાવીર રે
દયા કરીને ભક્તિ દેજો,
મહાવીર શ્રી ભગવાન રે…
હું દુઃખિયારો તારે દ્વારે,
આવી ઊભો મહાવીર રે
આશિષ દેજો ઉરમાં લેજો,
મહાવીર શ્રી ભગવાન રે…
તારા ભરોસે જીવન નૈયા,
હાંકી રહ્યો મહાવીર રે
બની સુકાની પાર ઉતારો,
મહાવીર શ્રી ભગવાન રે…
ભક્તો તમારા કરે વિનંતી,
સાંભળજો મહાવીર રે
મુજ આંગણ માં વાસ તમારો,
મહાવીર શ્રી ભગવાન રે…
अमी भरेली नजरुं राखो,
महावीर श्री भगवान रे…
दर्शन आपो दुःखडां कापो,
महावीर श्री भगवान रे…
चरण कमळ मां शीश नमावुं,
वंदन करुं महावीर रे
दया करीने भक्ति देजो,
महावीर श्री भगवान रे…
हुं दुःखियारो तारे द्वारे,
आवी ऊभो महावीर रे
आशिष देजो उरमां लेजो,
महावीर श्री भगवान रे…
तारा भरोसे जीवन नैया,
हांकी रह्यो महावीर रे
बनी सुकानी पार उतारो,
महावीर श्री भगवान रे…
भक्तो तमारा करे विनंती,
सांभळजो महावीर रे
मुज आंगण मां वास तमारो,
महावीर श्री भगवान रे…



