(રચના : પૂજ્ય આચાર્ય ભગવંત મોક્ષરતી સુ. મ. સા.)
પ્રભુ મારો તું…
અંતરિક્ષ, અંતરિક્ષ, અંતરિક્ષ
અંતરિક્ષ ,અંતરિક્ષ, અંતરિક્ષ
પ્રભુ મારા રોમે રોમે રમે તું,
પ્રભુ મારા શ્વાસે શ્વાસે વસે તું
શબ્દે શબ્દે વહે એક તું
ધરતીમાં અંતરિક્ષમાં, ડંકો તારો વાગતો,
ઇચ્છા સોની પૂરવા, તૂં છે હર પલ જાગતો
અંતરિક્ષ! છવાયો તૂં, પ્રભુ! સૌથી સવાયો તું,
હૈયે રહે એક તું… અંતરિક્ષ…
ભૂમિથી ઊપર તૂં રહે, ભૂમિ પાવન તું કરે,
લઈ જાય અંતરિક્ષમાં, ભક્તિ તારી આખરે।
નયણાને વહાવે તૂં, શમણાને સજાવે તું,
સૌને ગમે એક તું… અંતરિક્ષ…
આલંબન ના તે છતાં, શુભ આલંબન તું ધરે,
શ્યામલ છવિ છે છતાં, શુક્લ ધ્યાનમ્ આદરે
જોઈ તારા ચમત્કારો, લાગે છે સૌથી તું ન્યારો,
મનડૂં હરે એક તું… અંતરિક્ષ…
(रचना : पूज्य आचार्य भगवंत मोक्षरती सु. म. सा.)
प्रभु मारो तुं…
अंतरिक्ष, अंतरिक्ष, अंतरिक्ष
अंतरिक्ष ,अंतरिक्ष, अंतरिक्ष
प्रभु मारा रोमे रोमे रमे तुं,
प्रभु मारा श्वासे श्वासे वसे तुं
शब्दे शब्दे वहे एक तुं
धरतीमां अंतरिक्षमां, डंको तारो वागतो,
इच्छा सोनी पूरवा, तूं छे हर पल जागतो
अंतरिक्ष! छवायो तूं, प्रभु! सौथी सवायो तुं,
हैये रहे एक तुं… अंतरिक्ष…
भूमिथी ऊपर तूं रहे, भूमि पावन तुं करे,
लई जाय अंतरिक्षमां, भक्ति तारी आखरे।
नयणाने वहावे तूं, शमणाने सजावे तुं,
सौने गमे एक तुं… अंतरिक्ष…
आलंबन ना ते छतां, शुभ आलंबन तुं धरे,
श्यामल छवि छे छतां, शुक्ल ध्यानम् आदरे
जोई तारा चमत्कारो, लागे छे सौथी तुं न्यारो,
मनडूं हरे एक तुं… अंतरिक्ष…


