(રચનાકાર: આ. શ્રી જિનહર્ષસૂરિ મહારાજ)
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો;
સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો.
સેવક અરજ કરે છે રાજ અમને શિવસુખ આપો;
આપો આપો ને મહારાજ! અમને મોક્ષ સુખ આપો
સેવક…૧
સહુ કોનાં મન વાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો;
એવું બિરુદ છે રાજ! તુમારૂં, કિમ રાખો છો દૂરે
સેવક…૨
સેવકને વલવલતો દેખી મનમાં મહેર ન ધરશો;
કરુણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો
સેવક…૩
લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે;
ધુંવાડે ધીજ્યું નહીં સાહિબ, પેટ પડ્યાં પતીજે
સેવક…૪
શ્રી શંખેશ્વર મંડન સાહિબ! વિનતડી અવધારો;
કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો
સેવક…૫
(रचनाकार: आ. श्री जिनहर्षसूरि महाराज)
अंतरजामी सुण अलवेसर, महिमा त्रिजग तुमारो;
सांभळीने आव्यो हुं तीरे, जन्म मरण दुःख वारो.
सेवक अरज करे छे राज अमने शिवसुख आपो;
आपो आपो ने महाराज! अमने मोक्ष सुख आपो
सेवक…१
सहु कोनां मन वांछित पूरो, चिंता सहुनी चूरो;
एवुं बिरुद छे राज! तुमारूं, किम राखो छो दूरे
सेवक…२
सेवकने वलवलतो देखी मनमां महेर न धरशो;
करुणासागर केम कहेवाशो, जो उपकार न करशो
सेवक…३
लटपटनुं हवे काम नहीं छे, प्रत्यक्ष दरिशन दीजे;
धुंवाडे धीज्युं नहीं साहिब, पेट पड्यां पतीजे
सेवक…४
श्री शंखेश्वर मंडन साहिब! विनतडी अवधारो;
कहे जिनहर्ष मया करी मुजने, भवसागरथी तारो
सेवक…५


