(રચના : યશ મહેતા)
અંતરના અંતરિક્ષમાં મને મળજે,
ભીતરના દરિયામાં થી મને મળજે,
આંખોમાં પૂર છે, હૈયું મજબૂર છે,
ભક્તિનો એ જ સૂર છે… અંતરના…
કહેવું ઘણું છે, કાનોમાં તારા,
પણ જાણે હોઠે, લાગ્યા છે તાળા (૨ વાર)
રહેવું ઘણું છે, ચરણોમાં તારા,
પણ મારા જેવાં, તાહરે ઘણા
માંગ્યું મેં, તારા થી, તારા વગર બધું,
બસ તને નહીં…
અંતરના અંતરિક્ષમાં મને મળજે,
ભીતરના દરિયામાં થી મને મળજે,
આંખોમાં પૂર છે, હૈયું મજબૂર છે,
ભક્તિનો એ જ સૂર છે…
(रचना : यश महेता)
अंतरना अंतरिक्षमां मने मळजे,
भीतरना दरियामां थी मने मळजे,
आंखोमां पूर छे, हैयुं मजबूर छे,
भक्तिनो ए ज सूर छे… अंतरना…
कहेवुं घणुं छे, कानोमां तारा,
पण जाणे होठे, लाग्या छे ताळा (२ वार)
रहेवुं घणुं छे, चरणोमां तारा,
पण मारा जेवां, ताहरे घणा
मांग्युं में, तारा थी, तारा वगर बधुं,
बस तने नहीं…
अंतरना अंतरिक्षमां मने मळजे,
भीतरना दरियामां थी मने मळजे,
आंखोमां पूर छे, हैयुं मजबूर छे,
भक्तिनो ए ज सूर छे…


