રચયિતા: પૂજ્ય શ્રી સમય સુંદરજી મહારાજ સાહેબજી
રાજતણા રે અતિ લોભિયા,
ભરત બાહુબલિ ઝૂઝે રે;
મુઠી ઉપાડી રે મારવા,
બાહુબલિ પ્રતિબુઝે રે.
વીરા મોરા ગજ થકી ઉતરો,
ગજ ચડ્યે કેવલ ન હોય રે.
વીરા… ।।૧।।
ઋષભદેવ તિહાં મોકલે,
બાહુબલિજીની પાસ રે;
બંધવ ગજ થકી ઉતરો,
બ્રાહ્મી સુંદરી એમ ભાખે રે.
વીરા… ।।૨।।
લોચ કરીને ચારિત્ર લીયો,
વળી આવ્યો અભિમાન રે;
લઘુ બાંધવ વાંદું નહીં,
કાઉસ્સગ રહ્યા શુભ ધ્યાન રે.
વીરા… ।।૩।।
વરસ દિવસ કાઉસ્સગ રહ્યા,
શીત તાપથી સુકાણા રે;
પંખીડે માળા ઘાલીયા,
વેલડીયે વીંટાણા રે.
વીરા… ।।૪।।
સાધવીનાં વચન સુણી કરી,
ચમક્યો ચિત્ત મોઝાર રે;
હય ગય રથ સહુ પરહરિયા,
વળી આવ્યો અહંકાર રે.
વીરા… ।।૫।।
વૈરાગે મન વાળીયું,
મૂક્યું નિજ અભિમાન રે;
પગ ઉપાડ્યો રે વાંદવા,
ઉપન્યું કેવળજ્ઞાન રે.
વીરા… ।।૬।।
પહોંત્યા તે કેવલી પરષદા,
બાહુબલી મુનિરાય રે;
અજરામર પદવી લહી,
સમય સુંદર વંદે પાયા રે.
વીરા… ।।૭।।
रचयिता : पूज्य श्री समय सुंदरजी महाराज साहेबजी
राजतणा रे अति लोभिया,
भरत बाहुबलि झूझे रे;
मुठी उपाडी रे मारवा,
बाहुबलि प्रतिबुझे रे.
वीरा मोरा गज थकी उतरो,
गज चड्ये केवल न होय रे.
वीरा… ।।१।।
ऋषभदेव तिहां मोकले,
बाहुबलिजीनी पास रे;
बंधव गज थकी उतरो,
ब्राह्मी सुंदरी एम भाखे रे.
वीरा… ।।२।।
लोच करीने चारित्र लीयो,
वळी आव्यो अभिमान रे;
लघु बांधव वांदुं नहीं,
काउस्सग रह्या शुभ ध्यान रे.
वीरा… ।।३।।
वरस दिवस काउस्सग रह्या,
शीत तापथी सुकाणा रे;
पंखीडे माळा घालीया,
वेलडीये वींटाणा रे.
वीरा… ।।४।।
साधवीनां वचन सुणी करी,
चमक्यो चित्त मोझार रे;
हय गय रथ सहु परहरिया,
वळी आव्यो अहंकार रे.
वीरा… ।।५।।
वैरागे मन वाळीयुं,
मूक्युं निज अभिमान रे;
पग उपाड्यो रे वांदवा,
उपन्युं केवळज्ञान रे.
वीरा… ।।६।।
पहोंत्या ते केवली परषदा,
बाहुबली मुनिराय रे;
अजरामर पदवी लही,
समय सुंदर वंदे पाया रे.
वीरा… ।।७।।

