(રચના : પરમ પૂજ્ય શ્રી પદ્મવિજયજી મહારાજ સાહેબ)
ભવજલ પાર ઉતાર ઋષભ જિન, ભવજલ પાર ઉતાર
મુજ પાપીને, તાર ઋષભ જિન, ભવજલ પાર ઉતાર…
શ્રી સિદ્ધાચલ તીરથ રાજા, ત્રણ ભુવન માહે સાર,
પૂરવ નવ્વાણુ વાર શત્રુંજય ગિરિ, આવ્યા નાભિકુમાર
ભવજલ પાર… (૧)
આજ અમારે રત્ન ચિંતામણિ, દિઠો પ્રભુ નો દેદાર,
ભવોભવ ભટકી આવ્યો શરણે, રાખો લાજ આ વાર,
ભવજલ પાર… (૨)
ભરતાદિક અસંખ્ય ને તાર્યા, તો પ્રભુ મુજને તાર,
માતા મરૂદેવાને દિધુ, કેવલજ્ઞાન ઉદાર,
ભવજલ પાર… (૩)
ક્ષાયિક સમકિત મુજને દીજિએ, એહિજ પરમ આધાર,
દીનદયાવ્ઠ દરિશણ દીજે, તમને નમુ સો વાર,
ભવજલ પાર… (૪)
અવસર પામી અરજ સુણીને, વિનતડ઼ી અવધાર,
જિન ઉત્તમપદ “પદ્મવિજય” કહે, આવાગમન નિવાર,
ભવજલ પાર… (૫)
(रचना : परम पूज्य श्री पद्मविजयजी महाराज साहेब)
भवजल पार उतार ऋषभ जिन, भवजल पार उतार
मुज पापीने, तार ऋषभ जिन, भवजल पार उतार…
श्री सिद्धाचल तीरथ राजा, त्रण भुवन माहे सार,
पूरव नव्वाणु वार शत्रुंजय गिरि, आव्या नाभिकुमार
भवजल पार… (१)
आज अमारे रत्न चिंतामणि, दिठो प्रभु नो देदार,
भवोभव भटकी आव्यो शरणे, राखो लाज आ वार,
भवजल पार… (२)
भरतादिक असंख्य ने तार्या, तो प्रभु मुजने तार,
माता मरूदेवाने दिधु, केवलज्ञान उदार,
भवजल पार… (३)
क्षायिक समकित मुजने दीजिए, एहिज परम आधार,
दीनदयाव्ठ दरिशण दीजे, तमने नमु सो वार,
भवजल पार… (४)
अवसर पामी अरज सुणीने, विनतड़ी अवधार,
जिन उत्तमपद “पद्मविजय” कहे, आवागमन निवार,
भवजल पार… (५)



