રચયિતા: પૂ. મુનિ શ્રી પ્રિયંકરપ્રભ વિ.મ. સા.
(શ્રી કેસરસૂરિજી સમુદાય)
ચંદન જેવું સંયમ જીવન,
જીવવું છે મારે ઉજ્જવલ જીવન
ગુરુજી કરો હવે કૃપા મુજપર,
રહેવું છે મારે સંયમ ઉપવન
ચંદન જેવું સંયમ… (૧)
ચંદન ઠંડક આપે છે,
શીતળતા પ્રસરાવે છે
ચંદનની છે આ વિશેષતા,
એજ ચાહું વિશિષ્ટતા
ચંદન સમ થાયે મારુ જીવન,
અર્પી દઉં તુજને આ તનમન
ચંદન જેવું સંયમ… (૨)
કલીકાળનો આ પ્રભાવ છે,
જ્યાં જુઓ ત્યાં સંતાપ છે
સંસાર ઘોર અંધકાર છે,
સંયમ સુંદર પ્રભાત છે
ચંદન થકી આ શીતળતા,
રોમે રોમ પ્રસન્નતા
ચંદન જેવું સંયમ… (૩)
સિદ્ધિગતિની છે સાધના,
કરવી છે સંયમ આરાધના
ગાઈશ તુજ ગુણ કવિતા,
પામીશ હું વીતરાગતા
વિજ્ઞાનશિશુની ભાવના,
પ્રિયંકર થાયે પરમાત્મા
ચંદન જેવું સંયમ… (૪)
रचयिता: पू. मुनि श्री प्रियंकरप्रभ वि.म. सा.
(श्री केसरसूरिजी समुदाय)
चंदन जेवुं संयम जीवन,
जीववुं छे मारे उज्जवल जीवन
गुरुजी करो हवे कृपा मुजपर,
रहेवुं छे मारे संयम उपवन
चंदन जेवुं संयम… (१)
चंदन ठंडक आपे छे,
शीतळता प्रसरावे छे
चंदननी छे आ विशेषता,
एज चाहुं विशिष्टता
चंदन सम थाये मारु जीवन,
अर्पी दउं तुजने आ तनमन
चंदन जेवुं संयम… (२)
कलीकाळनो आ प्रभाव छे,
ज्यां जुओ त्यां संताप छे
संसार घोर अंधकार छे,
संयम सुंदर प्रभात छे
चंदन थकी आ शीतळता,
रोमे रोम प्रसन्नता
चंदन जेवुं संयम… (३)
सिद्धिगतिनी छे साधना,
करवी छे संयम आराधना
गाईश तुज गुण कविता,
पामीश हुं वीतरागता
विज्ञानशिशुनी भावना,
प्रियंकर थाये परमात्मा
चंदन जेवुं संयम… (४)