ચારે બાજુ આરસ, વચ્ચે બેઠા પારસ
શ્રી શંખેશ્વર પારસ મારા, શ્રી શંખેશ્વર પારસ
રાજાઓનો રાજા તું છે, મોટો મહારાજ
તારા નામે કંઈક ભવીજન, જાતા સામે પાર
રૂડીને રઢિયાળી તારી, મૂર્તિ દીસે પારસ…
શ્રી શંખેશ્વર પારસ મારા, શ્રી શંખેશ્વર પારસ
લોહને કંચન કરે તું, હું છું લોહનો ટુકડો
આશા લઈને આવ્યો દ્વારે, હું ઊભો છું ઢૂકડો
મોંધી તારી મિલકત કેરા, બનવું મારે વારસ…
શ્રી શંખેશ્વર પારસ મારા, શ્રી શંખેશ્વર પારસ
તું પિતા છે મારો પ્રભુ હું છું તારો બાળ
તારા વિણા કહો પ્રભુ, કોણ કરે રખવાળ
તારા નામે પથ્થર તરતાં, પથ્થર બને છે પારસ…
શ્રી શંખેશ્વર પારસ મારા, શ્રી શંખેશ્વર પારસ
चारे बाजु आरस, वच्चे बेठा पारस
श्री शंखेश्वर पारस मारा, श्री शंखेश्वर पारस
राजाओनो राजा तुं छे, मोटो महाराज
तारा नामे कंईक भवीजन, जाता सामे पार
रूडीने रढियाळी तारी, मूर्ति दीसे पारस…
श्री शंखेश्वर पारस मारा, श्री शंखेश्वर पारस
लोहने कंचन करे तुं, हुं छुं लोहनो टुकडो
आशा लईने आव्यो द्वारे, हुं ऊभो छुं ढूकडो
मोंधी तारी मिलकत केरा, बनवुं मारे वारस…
श्री शंखेश्वर पारस मारा, श्री शंखेश्वर पारस
तुं पिता छे मारो प्रभु हुं छुं तारो बाळ
तारा विणा कहो प्रभु, कोण करे रखवाळ
तारा नामे पथ्थर तरतां, पथ्थर बने छे पारस…
श्री शंखेश्वर पारस मारा, श्री शंखेश्वर पारस