દિવસ છે ચારસો ને ઋષભજીનો વારસો,
એવા મારા વરસીતપનાં પારણે પધારશો
વૈશાખી ત્રીજ તમે હૈયે અવધારજો…
દિવસ છે…
નગરી નગરી દ્વારે-દ્રારે આદેશ્વરજી વિચર્યાંતા,
ખાલી ખાલી પાછા ફરતા ઉપવાસોને ઉચર્યાતા.
પહેલા તપસ્વી ઋષભજીને માનશો
એવા મારા વરસીતપનાં… (૧)
ઈક્ષુરસની ધારાને બે હોઠે ઋષભજી સ્પર્શ્યા છે,
ત્યાર પછી આ શેરડી રસમાં પ્રેમ-અમીરસ વરસ્યા છે.
મધમીઠાં કળશોને વહેલા પધરાવશો,
એવા મારા વરસીતપનાં… (૨)
મેં તો મારા ઋષભજીનાં નામે પગલું માંડ્યું છે,
એક વરસને એક માસ આ નામ પ્રાણથી બાંધ્યું છે.
શ્રેયાંસરાજા બની પારણું કરાવશો,
એવા મારા વરસીતપનાં… (૩)
અક્ષયતૃતીયાનો આ દિવસ ભક્તિથી ભરપૂર છે,
થાય જો મારો વરસીતપ તો જન્મારો મંજૂર છે.
પારણું કરાવી પુણ્ય-ઉદય પ્રગટાવજો,
એવા મારા વરસીતપનાં… (૪)
दिवस छे चारसो ने ऋषभजीनो वारसो,
एवा मारा वरसीतपनां पारणे पधारशो
वैशाखी त्रीज तमे हैये अवधारजो…
दिवस छे…
नगरी नगरी द्वारे-द्रारे आदेश्वरजी विचर्यांता,
खाली खाली पाछा फरता उपवासोने उचर्याता.
पहेला तपस्वी ऋषभजीने मानशो
एवा मारा वरसीतपनां… (१)
ईक्षुरसनी धाराने बे होठे ऋषभजी स्पर्श्या छे,
त्यार पछी आ शेरडी रसमां प्रेम-अमीरस वरस्या छे.
मधमीठां कळशोने वहेला पधरावशो,
एवा मारा वरसीतपनां… (२)
में तो मारा ऋषभजीनां नामे पगलुं मांड्युं छे,
एक वरसने एक मास आ नाम प्राणथी बांध्युं छे.
श्रेयांसराजा बनी पारणुं करावशो,
एवा मारा वरसीतपनां… (३)
अक्षयतृतीयानो आ दिवस भक्तिथी भरपूर छे,
थाय जो मारो वरसीतप तो जन्मारो मंजूर छे.
पारणुं करावी पुण्य-उदय प्रगटावजो,
एवा मारा वरसीतपनां… (४)