એક જન્મ્યો રાજદુલારો
દુનિયાનો તારણહારો (૨ વાર)
વર્ધમાન નું નામ ધરી ને
પ્રગટ્યો તેજ સિતારો
એક જન્મ્યો… (૨ વાર)
પૃથ્વી પરથી અંધકાર ના
વાદળ જાણે વિખરાયા (૨ વાર)
ગાયે ઉમંગે ગીત અપ્સરા
દેવોના મન હરખાયા (૨ વાર)
નારકીના જીવોએ નીરખ્યો (૨ વાર)
તેજ તણો ઝબકારો રે, એક જન્મ્યો…
ધાન વધ્યાં ધરતી ના પેટે,
નીર વધ્યાં સરવરિયા ના (૨ વાર)
ચંદ્ર સુરજ ના તેજ વધ્યાં ને
સંપ વધ્યાં સૌ માનવના (૨ વાર)
દુ:ખ ના દિવસો દુર ગયા ને (૨ વાર)
આવ્યો સુખ નો વારો રે, એક જન્મ્યો…
રંક જનોના દિલ માં પ્રસર્યું
આશ ભરેલું અજવાળું (૨ વાર)
બેલી આવ્યો દિન દુખિયા નો
રહેશે ના કોઈ નોધારું (૨ વાર)
ભીડ જગત ની ભાંગે એવો
સૌનો પાલનહારો રે, એક જન્મ્યો…
વાગે છે શરણાઈ ખુશી ની,
સિદ્ધાંરથ ના આંગણિયે (૨ વાર)
હેતે હીંચોળે ત્રિશલા રાણી
બાળકુંવર ને પારણીયે (૨ વાર)
પ્રજા બની આનંદે ઘેલી, (૨ વાર)
ઘર-ઘર ઉત્સવ પ્યારો રે, એક જન્મ્યો…
વર્ધમાન નું નામ ધરી ને
પ્રગટ્યો તેજ સિતારો
એક જન્મ્યો… (૨ વાર)
एक जन्म्यो राजदुलारो
दुनियानो तारणहारो (२ बार)
वर्धमान नुं नाम धरी ने
प्रगट्यो तेज सितारो
एक जन्म्यो… (२ बार)
पृथ्वी परथी अंधकार ना
वादळ जाणे विखराया (२ बार)
गाये उमंगे गीत अप्सरा
देवोना मन हरखाया (२ बार)
नारकीना जीवोए नीरख्यो (२ बार)
तेज तणो झबकारो रे, एक जन्म्यो…
धान वध्यां धरती ना पेटे,
नीर वध्यां सरवरिया ना (२ बार)
चंद्र सुरज ना तेज वध्यां ने
संप वध्यां सौ मानवना (२ बार)
दु:ख ना दिवसो दुर गया ने (२ बार)
आव्यो सुख नो वारो रे, एक जन्म्यो…
रंक जनोना दिल मां प्रसर्युं
आश भरेलुं अजवाळुं (२ बार)
बेली आव्यो दिन दुखिया नो
रहेशे ना कोई नोधारुं (२ बार)
भीड जगत नी भांगे एवो
सौनो पालनहारो रे, एक जन्म्यो…
वागे छे शरणाई खुशी नी,
सिद्धांरथ ना आंगणिये (२ बार)
हेते हींचोळे त्रिशला राणी
बाळकुंवर ने पारणीये (२ बार)
प्रजा बनी आनंदे घेली, (२ बार)
घर-घर उत्सव प्यारो रे, एक जन्म्यो…
वर्धमान नुं नाम धरी ने
प्रगट्यो तेज सितारो
एक जन्म्यो… (२ बार)


