જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે,
જેના સ્મરણથી મનતણા વાંછિત સહુ આવી મળે;
જેના સ્મરણથી આધિ વ્યાધિને ઉપાધિ ના ટકે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ।૧।
વિઘ્નો તણા વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતા,
આપત્તિના કંટક ભલે ચોમેર વેરાઈ જતા;
વિશ્વાસ છે જશ નામથી એ દુર ફેકાઈ જતા,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ।૨।
ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં વિખ્યાત મહિમા જેહનો,
અદભુત છે દેદાર જેહના દર્શનીય આ દેહનો;
લાખો કરોડો સૂર્ય પણ જશ આગળે ઝાંખા ઠરે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ।૩।
ધરણેન્દ્રને પદ્માવતી જેની સદા સેવા કરે,
ભક્તો તણા વાંછિત સઘળા ભક્તિથી પુરા કરે;
ઈંન્દ્રો નરેન્દ્રો ને મુનીન્દ્રો જાપ કરતા જેહનો,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ।૪।
જેના પ્રભાવે જગતના જીવો બધા સુખ પામતા,
જેના ન્હવણથી જાદવોના રોગ દૂરે ભાગતા;
જેના ચરણના સ્પર્શને નિશદિન ભક્તો ઝંખતા,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ।૫।
બે કાને કુંડળ જેહના માથે મુગટ વિરાજતો,
આંખો મહી કરુણા અને નિજ હૈયે હાર વિરાજતો;
દર્શન પ્રભુનું પામીને મન મોરલો મુજ નાચતો,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ।૬।
ॐ ह्रीं પદોને જોડીને શંખેશ્વરાને જે જપે,
ધરણેન્દ્ર પદ્માવતી સહિત શંખેશ્વરા ને જે જપે;
જન્મો જનમના પાપને સહુ અંતરાયો તસ તૂટે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ।૭।
કલિકાલ માં હાજરા હજૂર દેવો તણાયે દેવ જે,
ભક્તો તણી ભવ ભાવઠોને ભાંગનારા દેવ જે;
‘મુક્તિ કિરણ’ ની જ્યોતને પ્રગટાવનારા દેવ જે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ।૮।
जेना स्मरणथी जीवनना संकट बधा दूरे टळे,
जेना स्मरणथी मनतणा वांछित सहु आवी मळे;
जेना स्मरणथी आधि व्याधिने उपाधि ना टके,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नमुं ।१।
विघ्नो तणा वादळ भले चोमेर घेराई जता,
आपत्तिना कंटक भले चोमेर वेराई जता;
विश्वास छे जश नामथी ए दुर फेकाई जता,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नमुं ।२।
त्रण काळमां त्रण भुवनमां विख्यात महिमा जेहनो,
अदभुत छे देदार जेहना दर्शनीय आ देहनो;
लाखो करोडो सूर्य पण जश आगळे झांखा ठरे,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नमुं ।३।
धरणेन्द्रने पद्मावती जेनी सदा सेवा करे,
भक्तो तणा वांछित सघळा भक्तिथी पुरा करे;
ईंन्द्रो नरेन्द्रो ने मुनीन्द्रो जाप करता जेहनो,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नमुं ।४।
जेना प्रभावे जगतना जीवो बधा सुख पामता,
जेना न्हवणथी जादवोना रोग दूरे भागता;
जेना चरणना स्पर्शने निशदिन भक्तो झंखता,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नमुं ।५।
बे काने कुंडळ जेहना माथे मुगट विराजतो,
आंखो मही करुणा अने निज हैये हार विराजतो;
दर्शन प्रभुनुं पामीने मन मोरलो मुज नाचतो,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नमुं ।६।
ॐ ह्रीं पदोने जोडीने शंखेश्वराने जे जपे,
धरणेन्द्र पद्मावती सहित शंखेश्वरा ने जे जपे;
जन्मो जनमना पापने सहु अंतरायो तस तूटे,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नमुं ।७।
कलिकाल मां हाजरा हजूर देवो तणाये देव जे,
भक्तो तणी भव भावठोने भांगनारा देव जे;
‘मुक्ति किरण’ नी ज्योतने प्रगटावनारा देव जे,
एवा श्री शंखेश्वर प्रभुना चरणमां प्रेमे नमुं ।८।


