ગુરુ તત્વ તું તીર્થ તું તારણહાર તું,
ગુણ નો વૈભવ તું…
ગુરુ ધૈર્ય તું, ધ્યાન તું, ધ્યેય મારું તું,
સરળ સ્વભાવી તું…
આત્મ શુદ્ધિ ના યોગી, આત્મ સુખ ના ભોગી,
આત્માનંદી ગુરુ તું…
અધ્યાત્મ ના યોગી, ભક્તિ માર્ગ ના જોગી,
સમતા ની પ્રતિમા તું…
ગુરુ તત્વ તું તીર્થ તું…
તુજ વચન માં માધુર્ય, તુજ નયન માં વાત્સલ્ય,
મુજ આતમ શિલ્પી, ગુરુવર મારી માતા તું,
તુજ હૃદય માં કરુણા, તુજ ચિત્ત માં નિર્મળતા,
પ્રભુતાની પ્રતિમા, જિનવર તણી વાણી તું,
મળજો ભવોભવ ગુરુ મને તારો જ સંગાથ,
શુભ યોગ તારો પામી, થાઉં ભવથી હું નિસ્તાર
ગુરુ તત્વ તું તીર્થ તું…
પ્રભુ હરપળે હદય માં, વૈરાગ્ય-છે જીવન માં,
રગેરગ માં પ્રભુ આણ, પ્રભુમય ગુરુ તું હી જ તું,
કૃપાનિધી ગુરુદેવ, ક્ષમાનીધિ ગુરુદેવ,
મારા મનમંદિરે ગુરુવર મારા તું હી જ તું,
ગુરુ તારા ચરણે કરું, મારું જીવન આ અર્પણ,
તુજ આણ શિર ધરી કરું, આતમ આ નિર્મળ
ગુરુ તત્વ તું તીર્થ તું…
गुरु तत्व तुं तीर्थ तुं तारणहार तुं,
गुण नो वैभव तुं…
गुरु धैर्य तुं, ध्यान तुं, ध्येय मारुं तुं,
सरळ स्वभावी तुं…
आत्म शुद्धि ना योगी, आत्म सुख ना भोगी,
आत्मानंदी गुरु तुं…
अध्यात्म ना योगी, भक्ति मार्ग ना जोगी,
समता नी प्रतिमा तुं…
गुरु तत्व तुं तीर्थ तुं…
तुज वचन मां माधुर्य, तुज नयन मां वात्सल्य,
मुज आतम शिल्पी, गुरुवर मारी माता तुं,
तुज हृदय मां करुणा, तुज चित्त मां निर्मळता,
प्रभुतानी प्रतिमा, जिनवर तणी वाणी तुं,
मळजो भवोभव गुरु मने तारो ज संगाथ,
शुभ योग तारो पामी, थाउं भवथी हुं निस्तार
गुरु तत्व तुं तीर्थ तुं…
प्रभु हरपळे हदय मां, वैराग्य-छे जीवन मां,
रगेरग मां प्रभु आण, प्रभुमय गुरु तुं ही ज तुं,
कृपानिधी गुरुदेव, क्षमानीधि गुरुदेव,
मारा मनमंदिरे गुरुवर मारा तुं ही ज तुं,
गुरु तारा चरणे करुं, मारुं जीवन आ अर्पण,
तुज आण शिर धरी करुं, आतम आ निर्मळ
गुरु तत्व तुं तीर्थ तुं…



