હું પ્રભુ તને ઓળખું હું,
પ્રભુ તુજમાં ભલું એવું દે વરદાન,
કર્મ વશ ભવમાં રૂડું,
પણ નહિ તુજને ભૂલું..
ભવ અનંતા તુજ વિના, પ્રભુ માહરા નિષ્ફળ ગયા,
દર્શ તારું આજ પામી, નયન મુજ સફળા થયા
મન થકી તું ના ખસે સ્વપ્નમાં પણ તું દીસે
એવું દે વરદાન.. હું પ્રભુ તને ઓળખું..
માર્ગ તારો છે રૂડો, પણ લાગે મુજને આકરો,
વિષ સમો સંસાર આ પણ લાગે મુજને મધપુડો,
તૃષ્ણા માહરી વિરમે, તુજ વિના કશું નાં ગમે
એવું દે વરદાન.. હું પ્રભુ તને ઓળખું..
પાપ ફળ જાણું છતાં, પણ પાપ નાં છોડી શકું,
એવું દે તું બળ મને, નિજ કરમ તોડી શકું,
તારી આણાં શિર ધરું, તારા પંથે સંચરું
એવું દે વરદાન.. હું પ્રભુ તને ઓળખું..
ભવ ભ્રમણનો થાક લાગ્યો છે ખરો મુજને હવે,
તુજ સરીખો નાથ પામી કેમ હું ભટકું હવે,
આત્મ ગુણ રશ્મી વધે, હીર મારું વિસ્તરે
એવું દે વરદાન.. હું પ્રભુ તને ઓળખું..
हुं प्रभु तने ओळखुं हुं,
प्रभु तुजमां भलुं एवुं दे वरदान,
कर्म वश भवमां रूडुं,
पण नहि तुजने भूलुं..
भव अनंता तुज विना, प्रभु माहरा निष्फळ गया,
दर्श तारुं आज पामी, नयन मुज सफळा थया
मन थकी तुं ना खसे स्वप्नमां पण तुं दीसे
एवुं दे वरदान.. हुं प्रभु तने ओळखुं..
मार्ग तारो छे रूडो, पण लागे मुजने आकरो,
विष समो संसार आ पण लागे मुजने मधपुडो,
तृष्णा माहरी विरमे, तुज विना कशुं नां गमे
एवुं दे वरदान.. हुं प्रभु तने ओळखुं..
पाप फळ जाणुं छतां, पण पाप नां छोडी शकुं,
एवुं दे तुं बळ मने, निज करम तोडी शकुं,
तारी आणां शिर धरुं, तारा पंथे संचरुं
एवुं दे वरदान.. हुं प्रभु तने ओळखुं..
भव भ्रमणनो थाक लाग्यो छे खरो मुजने हवे,
तुज सरीखो नाथ पामी केम हुं भटकुं हवे,
आत्म गुण रश्मी वधे, हीर मारुं विस्तरे
एवुं दे वरदान.. हुं प्रभु तने ओळखुं..





