જનમ જનમનો માંગું સાથ,
આદિનાથ થી અનાદિનાથ,
સિદ્ધગિરિથી સિદ્ધશિલા પર જાવું છે,
નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં ગાવું છે,
હવામાં પ્રભુનાં સ્પંદન છે,
માટીની મહેકમાં ચંદન છે,
ભગવંતની ભૂમિને અઢળક વંદન છે
હો… જનમ જનમનો… (૧)
ૠષભદેવજી પરમાતમ,
આવ્યા અહીં સર્વ પ્રથમ,
એક એક પગલે દેવોએ ફૂલ વરસાવ્યા
દેશનાઓ ફરમાવી હતી
અલખની જ્યોત જગાવી હતી
ઘેટીની પાગથી સાહેબ કાયમ આવ્યા
આદિપુરની તળેટી પર
વરતે દાદા આદીશ્વર
આદિકાળની ઊર્જા લાગે મનહર…
હવામાં પ્રભુનાં સ્પંદન છે,
માટીની મહેકમાં ચંદન છે,
ભગવંતની ભૂમિને અઢળક વંદન છે,
હો… જનમ જનમ… (૨)
તપ ચાલે ગિરિનાં નામે
રાત દિવસ રહું ગિરિ સામે
મારા રોમ રોમમાં ગિરિવર ગુંજન ચાલે
ભાવે નવાણું યાત્રા કરું
હોઠે ગિરિનું નામ ધરું
મારી આંખો અપલક ગિરિવરને જ નિહાળે
મનમાં જો ગિરિરાજ રહે
પુણ્યના ઝરણાં સતત વહે
ગિરિ કૃપા થકી આતમ દેવર્ધિ લહે…
હવામાં પ્રભુનાં સ્પંદન છે
માટીની મહેકમાં ચંદન છે
ભગવંતની ભૂમિને અઢળક વંદન છે
હો… જનમ જનમનો… (૩)
जनम जनमनो मांगुं साथ,
आदिनाथ थी अनादिनाथ,
सिद्धगिरिथी सिद्धशिला पर जावुं छे,
नमो सिद्धाणं नमो सिद्धाणं गावुं छे,
हवामां प्रभुनां स्पंदन छे,
माटीनी महेकमां चंदन छे,
भगवंतनी भूमिने अढळक वंदन छे
हो… जनम जनमनो… (१)
ॠषभदेवजी परमातम,
आव्या अहीं सर्व प्रथम,
एक एक पगले देवोए फूल वरसाव्या
देशनाओ फरमावी हती
अलखनी ज्योत जगावी हती
घेटीनी पागथी साहेब कायम आव्या
आदिपुरनी तळेटी पर
वरते दादा आदीश्वर
आदिकाळनी ऊर्जा लागे मनहर…
हवामां प्रभुनां स्पंदन छे,
माटीनी महेकमां चंदन छे,
भगवंतनी भूमिने अढळक वंदन छे,
हो… जनम जनम… (२)
तप चाले गिरिनां नामे
रात दिवस रहुं गिरि सामे
मारा रोम रोममां गिरिवर गुंजन चाले
भावे नवाणुं यात्रा करुं
होठे गिरिनुं नाम धरुं
मारी आंखो अपलक गिरिवरने ज निहाळे
मनमां जो गिरिराज रहे
पुण्यना झरणां सतत वहे
गिरि कृपा थकी आतम देवर्धि लहे…
हवामां प्रभुनां स्पंदन छे
माटीनी महेकमां चंदन छे
भगवंतनी भूमिने अढळक वंदन छे
हो… जनम जनमनो… (३)