જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો
દિનદુઃખીયાનાં આંસુ લ્હોતાં, અંતર કદી ના ધરજો
મારું જીવન…
સતની કાંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો
ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનો પાજો
મારું જીવન…
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો
મારું જીવન…
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો
શ્રદ્ધા કેરો દીપક મારો કદીયે ન ઓલાવજો
મારું જીવન…
जीवन अंजलि थाजो, मारुं जीवन अंजलि थाजो
भूख्या काजे भोजन बनजो, तरस्या नुं जळ थाजो
दिनदुःखीयानां आंसु ल्होतां, अंतर कदी ना धरजो
मारुं जीवन…
सतनी कांटाळी केडी पर, पुष्प बनी पथराजो
झेर जगतनां जीरवी जीरवी, अमृत उरनो पाजो
मारुं जीवन…
वणथाक्यां चरणो मारां नित तारी समीपे धाजो
हैयाना प्रत्येक स्पंदने तारुं नाम रटाजो
मारुं जीवन…
वमळोनी वच्चे नैया मुज हालकडोलक थाजो
श्रद्धा केरो दीपक मारो कदीये न ओलावजो
मारुं जीवन…